Gujarat

સુરત ના બે પક્ષો વચ્ચે ભારે બબાલ ! છુટ્ટી તલવાર અને ધોકા વડે માથાકુટ નો સી.સી.ટી વી વિડીઓ સામે આવ્યો

સોસિયલ મીડીયા પર રોક અવનાવા વિડીઓ વાયરલ થતા હોય છે ત્યારે તાજાતર મા જ એક વિડીઓ વાયરલ અંતે રહ્યો છે જેમા એક દુકાન માલીક પર હુમલો થાય છે અને જેમાં છુટ્ટી તલવાર વડે હૂમલો કરવામા આવે છે ત્યારે દુકાન માલીક આ હુમલા નો વળતો જવાબ આપે છે અને બન્ને વચ્ચે ખુબ ઘર્ષણ થાય છે જ્યારે દુકાન માલીક મળતો જવાબ આપે છે ત્યારે હુમલા ખોરો ત્યાથી ભાગે છે.

આ વીડીઓ ની વાત કરવામા આવે તો કેહવામા આવી રહ્યુ છે કે આ વિડીઓ સુરત નો છે. સુરત ના ભાથે ના વિસ્તાર મા આ ઘટના બની હતી અને કહેવા મા આવી રહ્યુ છે કે બન્ને જુથો વચ્ચે દુકાન ના હપ્તા ના લઈને ધમાલ થય હતી પરંતુ હજી સુધી સાચુ કારણ શુ છે તે તપાસ ના અંતે જ સાચી પડશે.

તાજેતર મા સુરતના અનેક વિસ્તારોમાં અસામાજિક તત્વોની દાદાગીરીથી દિવસે ને દિવસે વધતી જાય છે સામાન્ય બાબતે લોકોને માર મારવા સાથે જીવલેણ હુમલા કરવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે ત્યારે વધુ એક ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. સુરતના ભાઠેના વિસ્તારમાં ઉમિયા માતાના મંદિર પાસે દુકાન ધરાવતા બે દુકાનદારો પર આ જુથે દ્વારા તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. જયારે વિડીઓ મા દેખાતા યુવકો નુ નામ શિવા અને આર છે તેવુ જાણવા મળ્યુ હતુ.

ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવી દેનાર છે અને આમ પણ સુરત શહેરમાં સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે પોલીસે અસામાજીક તત્વો પર કાર્યવાહી કરે તેવી સ્થાનિકો માંગ ઉઠી છે. સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી આવી ઘટનાઓ ઘટી રહી છે, જેના કારણે ન બનાવના બનાવો બની રહ્યા છે. હાલમાં આ ઘટના ખૂબ જ વાયરલ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!