Gujarat

સુરત ની 12 વર્ષ ની દકરી એ મોટી સફળતા મેળવી! શૂટીંગ મા ગોલ્ડ મેડલ મેળવ્યો

કેટલાય લોકો માતા-પિતાની ફરીયાદ એવી હોય છે કે અમારા બાળકો મોબાઈલના કે ગેમના રવાડે ચડી ગયા છે. પરંતુ બધા બાળકો એવા હોતા નથી. કેટલાક બાળકો એવા પણ હોય છે કે, જે નાની ઉંમરમાં જ ખૂબ જ મોટી સિદ્ધીઓ હાંસલ કરી લેતા હોય છે. અને જ્યારે આવા બાળક વિશે સાંભળીએ ત્યારે આપણને મોટેરાઓને પણ તેમની પાસેથી મોટીવેશન મળતું હોય છે.

આવી જ એક બાળકી છે કે જેણે દેશી પિસ્તોલ શૂટિંગ કોમ્પિટીશનમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. આ દિકરી માત્ર 12 વર્ષની છે અને તે સુરતમાં રહે છે. આ દિકરીએ માત્ર પોતાના પરિવારને જ નહી પરંતુ આખા ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. ગત 20 થી 25 સપ્ટેમ્હહર સુધી અમદાવાદની એક રાઈફલ ક્લબમાં ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશીપ યોજાઈ હતી. આ કોમ્પિટીશનમાં આ દિકરીએ જોરદાર પર્ફોર્મન્સ કર્યું હતું

રીતીકા નીતિન કહારે નામની આ દિકરી કોમ્પિટીશનમાં 400 માંથી 362 પોઈન્ટ મેળવ્યા હતા. આ દિકરીને તેના પિતા જ ટ્રેનિંગ આપે છે. દિકરીના પિતા નિતીન ભાઈએ જણાવ્યું કે, અમે એક ખૂબ જ સામાન્ય પરીવારમાંથી આવીએ છીએ. મારી દિકરી આત્મનિર્ભર બને એ જ લાગણી અને ભાવના સાથે હું એને રાઈફલ શુટિંગ કરાવું છું. સૌથી મોટી વાત એ છે કે, રીતીકા માત્ર શૂટિંગમાં ચેમ્પિયન નથી પરંતુ આ પહેલા તે કરાટેમાં પણ ચેમ્પિયન રહી ચૂકી છે.

આ દિકરી હજીતો 8 મા ધોરણમાં અભ્યાસ કરે છે. આ ઉંમરે ઘણાબધા બાળકો માત્ર રમત-ગમત અને ભણતરમાં પોતાનો સમય વિતાવતા હોય છે. પરંતુ આ દિકરીએ બધાથી અલગ કરવાનું મનોમન જાણે નક્કી કરી લીધું હશે. સામાન્ય રીતે આ પ્રકારની કોમ્પિટીશનમાં ભાગ લેનારા ખેલાડીઓ ઈમ્પોટેડ પિસ્તોલથી પ્રેક્ટિસ કરતા હોય છે. અને આ ઈમ્પોટેડ પિસ્તોલની કિંમત 1 લાખ રૂપીયાથી લઈને 2.5 લાખ રૂપિયા સુધીની હોય છે.

પરંતુ આ દિકરી તો પરીવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે દેશી અને સસ્તી પિસ્તોલથી પ્રેક્ટીસ કરતી હતી. રીતિકાના પરિવાર પાસે તેને ઈમ્પોટેડ પિસ્તોલ લાવી આપવાના પૈસા નહોતા. પરંતુ ઓછી સુવિધાઓ વચ્ચે પણ સારું કરી બતાવે એને જ સાચી સફળતા કહેવાય છે. બીલકુલ આ દિકરીએ પણ આવું જ કર્યું અને દેશી પીસ્તોલથી પ્રેક્ટીસ કરીને તેણે 400માંથી 362 પોઈન્ટ મેળવીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે.

માનો કે, ન માનો પરંતુ રીતિકા નામની આ દિકરી અનેક બાળકો માટે પ્રેરણાસ્ત્રોત કહી શકાય. કારણ કે, લક્ષ્ય એનું એવું હતું કે જેમાં લક્ષ્ય સાધવું જ પડે અને લક્ષ્યની અંદર રહેલા એક લક્ષ્યને આ દિકરીએ એવું સાધ્યું કે, સફળતા તેને સામેથી આવીને વળગી પડી. સિદ્ધ થયું કે”અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!