સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશ ખબર ! ઘોઘાથી સુરત માત્ર અઢી કલાકમાં પહોંચાડશે નવુ ઉમેરાયેલું જહાજ ! જાણો ક્યારે…
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સતત વિકાસના કાર્ય કરવામાં આવી રહ્યા છે, ત્યારે હાલમાં જ સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશ ખબર સામે આવી છે. ઘોઘાથી સુરત માત્ર અઢી કલાકમાં પહોંચી જવાશે. તમે હવે કહશો કે આ કંઈ રીતે શક્ય બનશે?વાત જાણે એમ છે કે, રો-પેક્સ ફેરી સર્વિસમાં વધુ એક જહાજ ઉમેરાયું છે. જેથી હવે યાત્રિકો ઘોઘાથી સુરત માત્ર અઢી કલાકમાં પહોંચાડશે, ઘોઘા-હજીરા વચ્ચે દિવસમાં ત્રણ ટ્રીપ કરશે. ચાલો આ જહાજ વિશે વધુ વિગતવાર જાણીએ.
ઘોઘા-હજીરા વચ્ચે હાલમાં રૂપિયા 115 કરોડનું નવુ જહાજ ચાલુ થશે જેથી કરીને હવે માત્ર બે થી અઢી કલાકમાં પહોંચાડશે ટુંક સમયમાં લોકોની સેવા માટે પણ કાર્યરત થશે. આ ઝડપી જહાજને કારણે જળ પરિવહન ક્ષેત્રે ક્રાંતિ આવશે અને ભાવનગરના વિકાસના દ્વાર પણ ખુલશે. આ જહાજમાં રૂટ વિશે જાણીએ તો ભાવનગરથી હજીરા સુરત અને ત્યાંથી મુંબઈ સુધીની રો રો પેક્સ ફેરી સર્વિસ ટૂંક સમયમાં શરૂ કરાશે..
આ ફેરી સર્વિસ શરૂ થતા ભાવનગરના ઘોઘાથી હજીરા સુધી માત્ર બેથી અઢી કલાકમાં પહોંચી શકાશે. તમામ યત્રાળુઓને સુવિધા અને કોઈપમ જાતની તકલીફ ન અનુભવી પડે તે માટે થઈને ખાસ કરીને આ ફેરી સર્વિસ દિવસમાં ત્રણ વખત ઘોઘા હજીરા વચ્ચે પરિવહન કરશે. આપણે જાણીએ છે કે પહેલા ઘોઘા થી દહેજ ત્યારબાદ ઘોઘાથી હજીરા ચાલુ થઈ હતી.
જહાજ ફ્લેટ બોટમ સિસ્ટમથી ચાલશે પરિણામે કોઈ ચોક્કસ ચેનલમાં ચાલુ નહીં પડે અને તેને કારણે તેની સ્પીડમાં પણ વધારો થશે અમે નવું જહાજ ઘોઘાથી હજીરા માત્ર બે કલાકમાં પહોંચશે આ ઉપરાંત અન્ય પ્રોસિજર ના અડધો કલાક ગણીએ તો ઘોઘા થી સુરત માત્ર અઢી કલાકમાં પહોંચી શકાશે.
આ જહાજમાં 70 ટ્રક 700 પેસેન્જર 125 ગાડી સહિતની કેપેસિટી થઈ છે ત્યારે ચાર્જ બમણો થઇ શકે છે તેમજ સુવિધા વધતા હવે વધારે લોકો લાભ લઈ શકશે અને ઝડપી સુવિધા પણ આપી શકીશું. આ જહાજ બે મહિનાથી મુંબઈ હતું તે હાલમાં હજીરા ખાતે આવી પહોંચ્યું છે જહાજ અત્યંત આધુનિક અને અનેક સુવિધાઓથી સજ્જન હશે. ખરેખર આ એક ખૂબ જ સારી વાત કહેવાય કે ગુજરાતમાં વિકાસ થઇ રહ્યો છે.