Gujarat

સુરત ધોળે દિવસે હિટ એન્ડ રન કિસ્સો બન્યો!બહેરમી થી કાર ચાલકે બાઇકને અડફેટે લેતા યુવાને જીવ ગુમાવ્યો. જુઓ વીડિયો

દિવસે ને દિવસે રોડ અકસ્તમાતનાં બનાવો બની રહ્યા છે, ત્યારવા હાલમાં જ સુરત શહેરમાં હિટ એન્ડ રનનો કેસ સામેં આવ્યો છે. આ ઘટનામાં બાઇક ચાલકનું મુત્યુ નિપજતા.પરિવારજનો પણ શોકમાં મુકાઈ ગયા હતા. હિટ એન્ડ રન કેસની અનેક વખત ઘટના બનતી હોય છે, જેમાં એક્ટીડન્ટ કરીને આરોપી ફરાર થઇ જાય છે. આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી જાણીએ કે, આખરે આ બનાવ કંઈ રીતે બન્યો.

એક વાત યાદ રાખવી કે રોડ પર વાહન ચાલવતી વખતે હમેશા સાવચેત રહેવું જોઈએ અને ખાસ કરીને સલામતી અંગે સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. વાહન ચલાવતી વખતે ખાસ હેલ્મેટ અને સીટબેલ્ટ પહેરવાનું ધ્યાન રાખવું જોઈએ. આવી ઘટના ઓ ન બંને તે માટે આ બધું જરૂરી છે. ચાલો ત્યારે આપણે આ બનેલી ઘટના વિશે માહિતગાર થઈએ.

મીડિયા દ્વારા મળેલી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, સુરતના ડિંડોલી વિસ્તારમાં રવિવારે હિટ એન્ડ રનન ઘટના બની અને આ ઘટનામાં બેકાબુ કાર ચાલકે બાઈકને અડફેટ લઇ લીધેલ જેના કારણ બાઇક ચાલકનું મુત્યુ થયું તેમજ. અકસ્માત સર્જ્ય બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનાના યુવકનું મુત્યુ થતા તેમના પરિવાર જનો શોકમગ્ન થઈ ગયેલ.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ જાણીએ તો મૂળ રાજસ્થાનાં રહેવાસી એવા રાકેશ શ્રવણકુમાર રાવળ પરિવાર સાથે ડિંડોલી સ્થિત કિષ્ણા હેરીટેઝમાં રહેતા હતા અને કાપડ માર્કેટમાં નોકરી કરતો રાકેશ રવિવારે સવારે બાઇક લઇ ઘર નજીક આવેલી અંબિકા ટાઉનશીપ પાસે દુકાને ગયો હતો. દરમિયાન ચાર રસ્તા ક્રોસ કરતાં સમયે બેકાબુ પજેરો કારના ચાલકે રાકેશના બાઈકને અડફેટમાં લીધુ હતું.

ઈજાગ્રસ્ત રાકેશને ગંભીર હાલતમાં 108 એમ્બ્યુલન્સમાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. હિટ એન્ડ રનની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.મૃતક રાકેશના 2 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને અચાનક આવી રિતે નિધન થતા તેમની પત્નીને સૌથી મોટો આઘાત લાગ્યો કારણ કે ખૂબ જ નાની ઉંમરે તેમના પતિ ગુમાવી બેસી. ખરેખર આ ઘટનાનો વીડિયો જ્યારે તમે જોશો ત્યારે તમે પણ ચોંકી જશો કે કંઈ રીતે કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લઈ લીધે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!