સુરત: પતિના મોબાઈલ મા એવી વસ્તુ વધી કે પત્નીના હોશ ઉડી ગયા ! લગ્નના નવ વર્ષ બાદ ખબર પડી કે તેઓ પતિ તો ગે…
સુરત શહેરમાં દિવસે ને દિવસે એવા અનેક પ્રકારના બનાવો બની રહ્યા છે, સમાજ માટે ચોંકાવનાર અને શરમજનક છે. સૂરત શહેર હવે જાણે ક્રાઇમ સીટી બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હાલમાં જ એક એવી ઘટના બની છે કે, મહિલાને લગ્નના 9 વર્ષ પછી ખબર પડી કે તેનો પતિ ગે છે. આ ઘટનાની જાણ થતાં જ તેને પોલીસ ફરિયાદ નોંધાવી. ત્યારે ચાલો અમે આપને આ ઘટના વિશે વધુ માહિતગાર કરીએ કે, કંઈ રીતે આ સમગ્ર ઘટના સામે આવી.
આપણે જાણીએ છે કે, ભારતમાં સમલૈંગિકતા એ માન્ય થયેલ છે, પરતું આપણા સમાજમાં આજે પણ તેનો સ્વીકાર થઈ ચૂક્યો નથી ત્યારે આવા કિસ્સામાં પોતાની અને પરિવારની આબરૂ રાખવા માટે પોતાની અસિલિયત છુપાવતા હોય છે. હાલમાં જ આવી એક શરમજનક ઘટના સુરત શહેરમાં બની.વાત જાણે એમ છે કે, પરિણીતાએ અમદાવાદના સાસરિયાઓ સામે નોંધાવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેનો પતિ ગે હોવાની વાત સાસરિયાઓએ નવ વર્ષ સુધી છૂપાવી હતી તેમજ સાસરિયા દ્વારા સતત માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. લગ્નના નવ વર્ષ બાદ ખબર પડી કે તેનો પતિ ગે હોવાને લઈને તે પોતાના પિતાના ઘરે સુરત આવી ગઈ હતી.
સુરતથી પરણીને અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ કોલેજ પાસે ક્લિફ્ટન પાર્કમાં રહેતા પતિ પ્રતિક અને , સાસુ મીનાબેન અને જેઠ ચિરાગ સામે પરિણીતાએ ફરિયાદ આપતાં જણાવ્યું હતું કે, તેનો પતિ ગે હતો. જો કે સાસુ મીનાએ અને જેઠ ચિરાગે પ્રતિકના ગે હોવાની વાત છૂપાવી રાખી હતી. બંનેનાં લગ્ન જીવનથી એક પુત્રીનો બાપ બન્યા પછી પણ પતિ શારીરિક સંબંધ બાંધવા બાબતે ઝઘડો કરતો રહેતો હતો.
જ્યારે પતી નોકરી માટે બીજા શહેરમાં જતા ત્યારે તેમની સાથે પત્ની પણ જતી અને બાથરૂમમાંથી નિરોધ મળતા ત્યારે મહિલાને લાગતું તેના પતિનું કોઈ સ્ત્રી સાથે અફેર ચાલુ પરતું એક દિવસ મહિલાનો ફોન બગડતાં તેણે પતિનો જૂનો ફોન ઉપયોગ કરવાનું શરું કર્યું જેમાં પતિનું ઈમેઇલ એકાઉન્ટ ઓપન હોવાથી મેઈલ ચેક કરતાં પત્નીને ખબર પડી હતી કે પતિ તો ગે છે અને પતિના ફોનમાં ગ્રાઇન્ડર ગે ચેટની એપ પણ મળી આવી હતી. જે બાદ પરિણીતા પિયર આવી ગઈ હતી. હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ થઈ છે.
