સુરતના કાપોદ્રા મા રહેતા 17 વર્ષ ના યુવાને એવી વાત ને લઈ ને આપઘાત કરી લીધો કે જાણીને આંચકો લાગશે…
આજની નવી પેઢી મા સહનશીલતા સતત ઘટતી જોવા મળી રહી છે ત્યારે કોઈ ને કોઈ નાની એવી બાબત મા આપઘાત જેવુ મોટુ પગલુ ભરતા વાર નથી લાગતી ત્યારે હાલ ના સમય મા અનેક આત્મહત્યા ના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ખાસ કરીને સુરત મા આપઘાત ના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ત્યારે ફરી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમા 17 વર્ષ ના યુવાને તાપી નદીના ભુસકો મારી ને આપઘાત કરી લીધો છે.
ઘટના અંગે જાણવા મળેલ વિગતો મુજબ મુળ અમરેલી જીલ્લા ના મોટાલીલીયા તાલુકાના સેઢાવદર ગામના વતની જેવો હાલ કાપોદ્રા ભગવતીકૃપા સોસાયટીમાં રહેતા હસમુખભાઈ પાનસુરીયા હીરાના કારખાનામાં કામ કરે છે. તેમનો 17 વર્ષિય પુત્ર જેનીશ તારીખ 21 ના રોજ ઘરે થી નીકળી જતા પરીવારજનો એ શોધખોળ કરી હતી પરંતુ પત્તો ના લાગતા જેનીશ ના પરીવારજનો કાપોદ્રા પોલીસ સ્ટેશન મા ફરિયાદ નોંધાવી હતી.
ત્યારે બીજી બાજુ નાનાવરાછા કલાકુંજ પાસેના નવા બ્રિજ પર પહોંચી તાપીમાં કોઈ યુવાને પડતું મૂક્યુ હતું. કોઈક બાઈક ચાલકની નજર પડતા ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. જેથી ફાયરબ્રિગેડે શોધખોળ હાથ ધરી હતી પરંતુ જેનીશનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ત્યાર બાદ સોમવારે બ્રીજ પાસે થી જ જેનીશ ની લાશ મળી આવતા પરિવાર પર દુખ ની પહાડ ટુટી પડ્યો હતો.
આ ઘટના અંગે વધુ મા જાણવા મળ્યુ હતુ કે જેનીશ ઘર નજીક શુભલક્ષ્મી વિદ્યાલયમાં ધોરણ-12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો જ્યારે જેનીશ ગુમ થયો એ પહેલા ત્રણ દિવસ અગાવ જેનીશને તેના પિતા સાથે એક વાહન ચોરીના કેસ મા પુછપરછ માટે પોલીસે પોલીસ સ્ટેશન બોલાવ્યા હતો અને દીકરો ખરાબ સંગત મા છે તેવુ જણાવ્યુ હતુ ત્યારે બાદ પિતા એ પણ આ બાબતે ઠપકો આપ્યો હતો જ્યારે બાદ જેનીશ ઘરે થી ચાલ્યો ગયો હતો ત્યારે હવે એવી આશંકા સેવાઈ રહી છે કે યુવક ને આ વાત નુ માઠુ લાગી આવતા આપઘાત કર્યો હશે.