Gujarat

સુરતના કાપોદ્રામાં લિવ ઈનમાં રહેતી મહિલાની હત્યા નો ભેદ ઉકેલાય ગયો ! હત્યારો બીજુ કોઈ નહી પણ..

આપણે સૌ કોઈ જાણીએ છે કે, સુરત શહેરમાં એવી ઘટના ઘટી જેને માનવતા અને સુરત શહેરમાં સુરક્ષા અમગે સવાલો ઉભા કર્યા છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, સુરતના કાપોદ્રામાં લિવ ઈનમાં રહેતી મહિલાના ઘરમાં અજાણ્યા શખ્સે ઘૂસીને મહિલાના ગળાના ભાગે ઘા ઝીંકી નાસી ગયો હતો. કહેવાય છે ને કે, કોઈપણ ઘટના એમજ જ ન બની હોય. આ બનાવનું રહસ્ય હાલમાં જ જાણવા મળ્યું છે. આ જાણીને તમે પણ ચોંકી જશો.

હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,મહિલાની હત્યા લિવ ઈનમાં રહેતા પ્રેમીએ જ કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. હત્યા સમયે તેની 1 વર્ષની દીકરી સાથે હતી. ગળાના ભાગે એક જ ઘામાં મહિલાને મોતને ઘાટ ઉતારી હતી. હાલ પોલીસે મૃતક મહિલાના પ્રેમીની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, મહિલાની ગળું કાપી હત્યા કરી પ્રેમી દુકાને ભાગી ગયો હતો.

ગૌતમ પાર્કમાં પ્રકાશ રણછોડ પટેલ રહે છે. પત્ની આશા છેલ્લા સાડા ત્રણ વર્ષથી અલગ રહે છે. ડિવોર્સ માટે તેમનો કેસ હજી ચાલી રહ્યો છે. બીજી તરફ છેલ્લા ત્રણેક વર્ષથી પ્રકાશ સ્નેહલતા (30 વર્ષ) સાથે ગૌતમ પાર્કમાં રહે છે. બંને પતિ-પત્નીની જેમ રહેતા હતા. સ્નેહલતા મૂળ નેપાળી છે. તેમને સંતાનમાં એક વર્ષની દીકરી પણ છે. પ્રકાશ ઝેરોક્ષ મશીનના રીપેરીંગ અને સ્પેરપાર્ટનું કામ કરે છે.

આ ઘટના અંગે તો આપણે જાણીએ છે કે કંઈ રીતે બની હતી. પોલીસે તપાસ કરતા લિવ ઈનમાં રહેતો પ્રકાશ જ શંકાના દાયરામાં આવ્યો હતો. પ્રકાશે જ હત્યા કરી જુઠ્ઠાણું ફેલાવ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે સ્નેહલતાની હત્યામાં પ્રકાશની અટકાયત કરી વધુ પૂછપરછ કરી રહી છે.સજ્જનસિંહ પરમાર એ જણાવ્યું હતું કે, લિવ ઈનમાં રહેતા પ્રેમીએ જ હત્યા કરી હોવાની કબૂલાત આપી છે. જે હથિયારથી મહિલાની હત્યા કરી હતી તે ક્યાં ફેક્યું છે તેની પણ માહિતી આપી છે. વધુ તપાસ ચાલી રહી છે. મહિલા મૂળ નેપાળની છે. મહિલા છેલ્લે મુંબઈ રહેતી હતી ત્યારે પ્રકાશના સંપર્કમાં આપી હતી.

મૃતક મહિલા સ્નેહલતા છેલ્લા ત્રણ વર્ષથી હત્યાના આરોપી પ્રકાશ સાથે રહેતી હતી. સ્નેહલતા પ્રકાશને કહેતી હતી કે, તમે જે સંપત્તિ ખરીદ્યો છો તે મારા નામ પર ખરીદવાની. દરમિયાન જમીનના રૂપિયા આવ્યા તેમાંથી મુંબઈમાં સ્નેહલતાના નામે એક ઘર પણ લીધું હતું. જ્યારે સુરતમાં હાલ જે ઘરમાં રહે છે તે પણ સ્નેહલતાના નામે છે.મહિલા જય અંબે નામની કંપનીમાં કામ કરતી હતી. આ કંપની ઝેરોક્ષ માટેના પ્રિન્ટિંગ કાગળો સપ્લાય કરવાનું કામ કરે છે અને તે દરમિયાન પ્રકાશ આ કંપનીને ઓર્ડર આપતા બંને સંપર્કમાં આવ્યા હતા. બંને વચ્ચે ત્યારે મિત્રતા થઇ હતી અને આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી.

પ્રકાશે ગામમાં જમીન વેચી દીધા બાદ 45 લાખ રૂપિયા આવ્યા હતા. જેમાંથી સ્નેહલતા માટે 11 લાખનું મકાન મુંબઈમાં અને 25 લાખનું મકાન સુરતમાં લઇ આપ્યું હતું. આ ઉપરાંત હજુ તેની તમામ મિલકત તેના નામે કરવા માગણી કરતી હતી. છેલ્લા બે મહિનાથી બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા અને તેમાં સ્નેહલતા મુંબઈ ભાગી જવાની ધમકી આપતી હતી. જેથી પ્રકાશને થયું હતું કે તેની પહેલી પત્ની પણ ના રહી અને હવે બીજી પત્ની પણ ભાગી જવાની ધમકી આપે છે. જેથી આખરે તેણીની હત્યા કરી નાખી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!