સુરતની દિવ્યાંગ મહિલા પ્રોફેસરે હોટ સીટ પર બેસી 25 લાખ રુપીઆ જીતી ! 25 લાખ રુપીઆ એવી જગ્યાએ વાપરશે કે..
કોન બનેગા કરોડપતિ શો ઘણા વર્ષો થી ખુબ પ્રચલિત છે અને હાલ ના સમય મા આ શો મા ઘણા ગુજરાતી લોકોએ આ શો મા ભાગ લીધો છે અને સારી એવી સફળતા મેળવી છે. થોડા સમય પહેલા જ ભાવનગરના એક યુવાને કોન બનેગા કરોડપતિ શો મા હોટ સિટ પર પહોચ્યા હતો અને 25 લાખ રુપીઆ જેવી મોટી રકમ જીત્યો હતો જ્યારે હવે સુરત ની એક દિવ્યાગ પ્રોફેસર પણ હોટ સિટ પર પહોંચી હતી અને મોટી રકમ જીતી હતી.
આપણે જેમની વાત કરવા જઈ રહ્યા છીએ તેમનું નામ અનેરી આર્ય છે અને પોતાની માતા પિતાની આંખો થી જ્ઞાન નો ભંડાર કરી અનેરી કોન બનેગા કરોબપતિ શો મા પહોંચી હતી અને એક પછી એક સવાલો ના જવાબ આપી અમિતાભ બચ્ચને પ્રભાવીત કરી દીધા હતા જ્યારે હોટ સિટ પર 25 લાખ રુપીઆ જીતી હતી આ ઉપરાંત અનેરી એ પોતાના મધુર અવાજ થી ગીત ગાઈને લોકો ને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ અંગે પ્રોફેસર અનેરી મિડીઆ સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે “મારી એક આંખ પ્રોસ્થેટિક છે અને બીજી આંખથી ખૂબ નજીવું જોઈ શકાય છે. તેમ છતાં બાળપણથી કોન બનેગા કરોડપતિમાં જવાની ઈચ્છા હતી અને એમાં ભાગ લઈને એક સપનું પૂર્ણ કર્યું છે તથા માતા-પિતા અને મારા શિક્ષકો સહિતના લોકોએ એ પણ મારા માટે જે મહેનત કરી એ રંગ લાવી હોય એવો ગર્વ મહેસૂસ કરી રહી છું.”
અનેરી એ વધુ મા જણાવ્યુ હતુ કે “મારા પિતા હું નાની હતી ત્યારથી કોન બનેગા કરોડપતિ શો પહેલી સીઝનથી નિયમિત જોતા હતા. અમારા ઘરમાં જ્ઞાનસભર ટીવી શો અને ન્યૂઝ જોવાનો માહોલ હોય છે. પિતા મને બાજુમાં બેસાડીને આ શો જોવડાવતા હતા અને મને કહેતા હતા કે તારે પણ એક દિવસ આ શોમાં ભાગ લેવો જોઈએ. બસ, ત્યારથી મને રસ લાગ્યો હતો.”
જો અનેરી ના પરિવાર ની વાત કરવા મા આવે તો માતા દીપ્તિબેન સરસ્વતી વિદ્યાલયમાં, જ્યારે પિતા રાહુલભાઈ ટી એન્ડ ટીવી સ્કૂલમાં વાઈસ-પ્રિન્સિપાલ તરીકે સેવા આપી રહ્યા છે. અનેરી એ ભણતર મા 11-12 સાયન્સ કર્યુ હતુ પરંતુ વિઝન ઓછું હોવાને કારણે સાયન્સ છોડી દીધુ હતુ અને આર્ટસ કર્યુ હતુ અને MA નો અભ્યાસ કર્યો હતો આપને જાણીને નવાઈ લાગશે કે અનેરી એ તલાટી અને બિનસચિવાલયની પરીક્ષાઓ પાસ કરી ચુકી છે.
પરંતુ તેનો ધ્યેય અલગ હોવાથી તેણી એ આ નોકરી સ્વીકારી નહતી અને જીપીએસસીની તૈયારી શરૂ કરીને એ પાસ કરી આજે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. જયારે આ તમામ બાબત બીગ બી ને ખબર પડતા તેવો પણ ચોંકી ગયા હતા અને અનેરી ના ખુબ વખાણ કર્યા હતા.
સામાન્ય પરિવારમાં ઊછરેલી અનેરીએ જણાવ્યું હતું કે આ 25 લાખમાંથી સૌપ્રથમ મારાં માતા-પિતા પર જે લોન છે તેની ચુકવણી કરીશ અને ત્યાર બાદ જે કંઈ રકમ વધશે એનો હું મારા માટે ઉપયોગ કરીશ. જોકે હજુ સુધી એનો કોઈ પ્લાન બનાવ્યો નથી. આગામી સમયમાં મારું પીએચડી પૂર્ણ કરીશ અને સાથે સાથે વિદ્યાર્થીઓને પણ કેવી રીતે આગળ વધવું તેનું માર્ગદર્શન સતત આપતા રહેવાની મારી ઈચ્છા છે. મને ભણાવવું ખૂબ ગમે છે અને એ જ ક્ષેત્રમાં હું આગળ વધીશ.