સુરત ની બે બાળકો ની માતા એ આપઘાત કરી લીધો ! પરીવારે કહ્યુ દિકરી ને દહેજ માટે…
સુરત જેવા મોટા શહેરો મા આત્મહત્યા જેવી ઘટના ઓ વારે વારે બનતી રહે છે ત્યારે ફરી એક વખત એક પરિણીત મહીલા એ સુરતના વૈસુ વિસ્તાર મા આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ આપઘાત ની ઘટના દહેજ ના કારણે થય હોય એવુ હાલ ચર્ચાઈ રહી છે. ત્યારે આપઘાત કરનાર મહીના બે બાળકો ની માતા છે અને મહીલા પરીવાર અને માતા પિતાઓ દ્વારા સાસરીયા પક્ષ પર એવા ગંભીર આરોપો લગાવાયા છે કે તેમની દીકરી ને દહેજ માટે હેરાન કરવામા આવતી હતી.
મૃતક મહીલા નુ નામ જ્યોતિ જાણવા મળી રહ્યુ છે જે મું દિલ્લી ની રહેવાસી છે હાલ તેના પતિ સાહિલ સાથા સુરત ના વૈસુ વિસ્તાર મા રહેતી હતી ત્યારે ગઈ કાલે સાંજે 5:30 વાગ્યા ના સમયગાળા મા જ્યોતિ ગળાફાસો ખાધેલી હાલત મા મોત આવી હતી. સાહિલ અને જ્યોતિ ના લગ્ન ને પાંચ વર્ષ થયા છે જ્યારે સાહિલ ના આ બીજા લગ્ન છે. સાહિલે આ અગાવ ની પત્ની ને 35 લાખ રુપીયા આપી ને છુટાછેડા આપ્યા છે.
પરિણીત મહીલા ના આપઘાત બાદ હોબાળો મચી ગયો હતો અને મૃતકની માસી સિહરોદેવી બહલે જણાવ્યું કે, હું દિલ્હીથી સુરત આવી છું. ગઈકાલે જ્યોતિ સાથે મારી ફોન ઉપર વાત ચાલતી હતી. તે સમયે જ તેના પતિ સાહિલનો ફોન જ્યોતિ પર આવતો હતો. જ્યોતિએ કહ્યું કે, મારા પતિનો ફોન આવે છે, એની સાથે વાત કર્યા પછી તમને કોલ કર્યો છે. એના થોડા સમય બાદ પડોશીનો ફોન આવ્યો કે, જ્યોતીએ કંઈક કરી લીધું છે. સાહિલ અને તેના પરિવાર દ્વારા વારંવાર દહેજની માંગણી કરવામાં આવતી હતી.
અમે એમની ઘણી જ માંગણીઓ પૂર્ણ કરી હતી. મને એવી પૂરી ખાતરી છે કે, જ્યોતિને આપઘાત કરવા માટે એના પતિ અને અન્ય પરિવારજનોએ જ ઉશ્કેરી હશે. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે જ્યોતિનો અગ્નિસંસ્કાર કરવાના નથી.”