Gujarat

સુરતના સમાજ સેવક મહેશભાઈ સવાણી એ પોતાનાના પૌત્ર ના જન્મ દિવસ ની ઉજવણી કરી ! જુવો ખાસ તસવીરો

સુરત શહેરનું નામ આવે એટલે સૌથી પહેલા દરેક વ્યક્તિને મહેશભાઇ સવાણીનું નામ યાદ આવી જાય. સમાજ સેવક અને ઉધોગપતિ મહેશ સવાણી સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે.

પોતાના જીવન સાથે સંકળાયેલા તમામ ખબરો તે પોતાના ફેસબુકમાં અપલોડ કરતા રહે છે, ત્યારે હાલમાં જ તેમને પોતાના પૌત્રના જન્મદિવસની તસ્વીરો અપલોડ કરી છે.

તમે આ તસવીરો જોશો ત્યારે ખરેખર તમે જોતા જ રહી જશો કે, મહેશભાઈ સવાણીએ પોતાના દીકરા મીતુલ સવાણી નો પુત્ર વિવાનનો બર્થ ડે તેમના પરિવારજનો સાથે ખૂબ જ સાદગી રીતે પણ અતિ ભવ્ય અને ખૂબ સુંદર ડેકોરેશન સાથે કર્યો છે. તમને જણાવીએ દઇકે વિવાવનો જન્મદિવસ 14 તારીખના રોજ હતો.

આ જન્મદિવસની તસ્વીરો સાથે મહેશ ભાઈએ પોતાના પૌત્રની તસ્વીરો તેમજ તેમની સાથે આનંદદાયક પળ વિતાવતા હોય એવી તસ્વીરો જોઈ શકો છો.

તેમજ તેમના પરિવારની તસવીરોમાં તમે જોઈ શકો છો કે, તેમના બંને દીકરાઓ મોહિત અને મિતુલ તેમજ તેમની ધર્મપત્ની અને તેમની બંને પુત્રવધુઓ સાથે મહેશભાઈએ ખૂબ જ યાદગાર તસ્વીરો અપલોડ કરી છે.

આ સિવાય તેમના સગા સંબંધીઓ પણ આ તસવીરોમાં જોવા મળે છે. ખરેખર મહેશ સવાણીએ પોતાના પૌત્રનો જન્મદિવસ ખૂબ જ શાનદાર રીતે ઉજવ્યો છે. હાલમાં આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં જ મહેશ ભાઈ સવાણી તેમના મિત્રો સાથે ઉનાળાનું વેકશન માણવા માટે મનાલી ગયા હતા અને આ યાદગાર પળો પણ તેમને ફેબસુકનાં માધ્યમથી શેર કરી હતી.

આ તસવીરોમાં મહેશભાઈ મોજીલા અંદાજમાં જોવા મળ્યા હતા, ત્યારે આ જન્મદિવસની તસ્વીરોમાં તેમના પૌત્ર સાથે બાળક બનીને રમી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!