Gujarat

સુરત મા હીરા ઘસતો યુવાન આવી રીતે બની ગયો ઈન્ડિયા નો બાસ્કેટબોલ સ્ટાર ! ભાવનગર ના ગરીબ પરીવાર

જીવન મા આગળ વતધા માટે મહેનત સાથે અન્ય લોકોનો સાથ અને સહકાર પણ જરૂરી છે જ્યારે હાલ એક યુવાન ની વાત કરવા મા આવે તો આ યુવાન સુરત મા રોજગારીની શોધ મા આવ્યો હતો અને હીરા ઘસતો હતો જ્યારે એક ઝવેરી જેમ હિરા ની પરખ કરે તેમ એક આ યુવના ની પરખ એક વ્યક્તિ એ કરી અને તેનુ જીવન બદલાઇ ગયુ.

આ યુવાનની વાત કરવા મા આવે તો આ યુવાન નુ મુળ વતન ભાવનગર જીલ્લાનુ ગારીયાધાર તાલુકો છે આ ગરીબ પરિવાર મા જન્મેલ યુવાનની કિસ્મત હીરા ની જેમ ચમકી ઉઠી છે. આ યુવાનનુ નામ વિવેક ગોટી છે અને તે ધો.12 પાસ કર્યા પછી રોજગારી ન મળતાં વિવેકે હીરા ઘસવા માટે સુરતની વાટ પકડી હતી જ્યા હિરા ઘસાવાની સાથે તે બાસ્કેટ બોલ રમવાનો પણ શોખીન હતો.

વિવેક ને નહોતી ખબર કે તેના આ શોખ ના લીધે તેનું જીવન બદલાઇ જશે. વિવેકની મુલાકાત એક વખત સુરતમાં અનાયાસે બાસ્કેટ બોલના એક કોચ રાજેશ ભાલાળા સાથે થતાં રત્નકલાકાર તરીકે કારકિર્દી શરૂ કરનાર રાત-દિવસની મહેનત પછી આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે ઊભરી આવ્યો હતો.

બાસ્કેટ બોલમાં ચેમ્પિયન ખેલાડીની જેમ રમનાર વિવેક ગોટી પર ઇન્ડિયન નેવીના અધિકારીઓની નજર પડતાં સ્પોર્ટ્સ ક્વોટામાં નેવીમાં ઓફિસરની નોકરી ઓફર થતાં વિવેકે સ્વીકારી હતી. પરિણામે આજે તે ઇન્ડિયન નેવીની બાસ્કેટ બોલ ટીમના આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે દેશ-વિદેશમાં પ્રતિનિધિત્વ કરે છે. અને મહારાષ્ટ્રના લોનાવાલામાં વસવાટ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!