Gujarat

સુરતની લૂંટેરી દુલ્હને કર્ણાટનાં વેપારીને છેતર્યો! લગ્ન કરીને ફરાર થયેલ દુલ્હન એક વર્ષ પછી પકડાઈ ને ખોલ્યુ મોટું રહસ્ય! આટલા રૂપિયા…

હાલમાં જ એક ખૂબ જ ચોંકાવનારી ઘટના બની છે. આપણે જાણીએ છે કે, લૂંટેરી દુલ્હન વિશે અનેક પ્રકારની ઘટના બનતી હોય છે, ત્યારે હાલમાં એક વર્ષ પહેલાં લગ્નનું નાટક કરીને ફરાર થઈ ગયેલી લૂંટેરી દુલ્હન પકડાઈ છે. દુલ્હન તથા તેની સાથે રહેલી નકલી સગાની ટોળકી સાથે મળીને કર્ણાટકના વેપારીને 1.96 લાખનો ચુનો લગાવ્યો હતો. નકલી દુલ્હનની પૂછપરછમાં કેટલાક મોટા ખુલાસા પણ થયા છે. ખરેખર આ ઘટના આશ્ચય થાય છે.

આ ઘટના વિશે વિગતવાર માહિતી જાણીએ. કર્ણાટકના વેપારી અંકિત શાંતિલાલ જૈન લગ્ન ઈચ્છુક હતા જેથી વચેટિયો બનેલા સતિષ પટેલે સુરતની 23 વર્ષની સ્વાતિ નામની છોકરી હોવાનું જણાવ્યું હતું. વેપારીને આ છોકરી ગમી અને વાત આગળ વધારી પછી તેમને ખબર નહોતી કે જે છોકરી ભોળી અને સુંદર લાગે છે. સ્વાતિ અને તેની ઠગ ટોળકીના પ્લાન પ્રમાણે અંતિમ લપેટાતો જતો હતો.

લગ્ન પહેલા સ્વાતિના ભાઈ હિતેષે સતિષ પાસેથી રોકડા 1.50 લાખ, વચેટિયાએ 15 હજાર અને અંકિતના માતાએ ઘરની વહુ બનનારી સ્વાતિના માતાએ શુકનમાં કિંમતી ઘરેણા પણ આપ્યા હતા. સ્વાતિની ટોળકીને 1.96 લાખ રૂપિયા રોકડ અને ઘરેણા સ્વરૂપે મળ્યા હતા. જૂન મહિનામાં લગ્નનું આયોજન તાપી નદીના કિનારે આવેલા મંદિરમાં લગ્ન કરી લીધા હતા. લગ્ન થઈ ગયા બાદ અંકિત નવી પત્ની સ્વાતિને લઈને કારમાં મામાના ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન વોશરૂમ જવાનું બહાનું કરીને સ્વાતિ પણ કારમાંથી ઉતરીને ફરાર થઈ ગઈ હતી.

લૂંટેરી દુલ્હનને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા. આવામાં પોલીસને બાતમી મળી હતી કે સ્વાતી ગણેશ હિવરાલે નામની લૂંટેરી દુલ્હન સુરતના રેલવે સ્ટેશન પાસે છે. બાતમીના આધારે વોચ ગોઠવીને પોલીસે દુલ્હનને પકડી લીધી છે. દુલ્હન પકડાયા બાદ પોલીસે કરેલી પ્રાથમિક પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. લૂંટેરી દુલ્હન મહારાષ્ટ્રના ઔરંગાબાદના માળીવાડાની રહેવાસી હોવાનું માલુમ પડ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!