Gujarat

સુરત ની વધુ એક ચકચારી ઘટના ! મિલમાં નોકરી કરતો સિક્યુરિટી ગાર્ડે પોતાના જ માલિકનાં ગળે કોયત રાખીને…

દિવસે ને દિવસેને એક એવી ઘટના બની રહી છે, જેના વિશે જાણીને તમે આશ્ચય પામી જશો. ખાસ કરીને સુરત શહેરમાં હવે ગુન્હાઓ વધી બની રહ્યા છે, ત્યારે ધોળે દિવસે મિલમાં નોકરી કરતો સિક્યુરિટી ગાર્ડે પોતાના જ માલિકનાં ગળે કોયત રાખીને જે કર્યું તે જાણીને તમે પણ ચોંકી જશો. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનારી અને ચેતવણીરૂપ સમાન છે. ચાલો અમે આપને આ ઘટના વિશે વધુ માહિતી જણાવીએ.

હાલમાં જ દિવ્યભાસ્કનાં અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે, સુરતની ગોવર્ધન સિલ્ક મિલના માલિક સાથે એવી હરકત કરી જે સૌ કોઈ માટે ચોંકાવનાર છે. વાત જાણે એમ છે કે, સિક્યુરિટી ગાર્ડે માર્ચ એન્ડિંગ હોવાથી સ્ટાફની ગેરહાજરીમાં ઓફિસમાં એકલા બેઠેલા શેઠના ગળા પર કોયતો રાખીને ભય બતાવી લૂંટ ચલાવી હતી. તેમજ મિલ માલિકના જરૂરી ડોક્યુમેન્ટ સહિતનો થેલો લૂંટીને અપહરણ કરવાની કોશિષ કરીહતી. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, મૂળ હરિયાણાનો સિક્યુરિટી ગાર્ડ નાસી ગયો હતો.

ગોવર્ધન સિલ્ક મિલની સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. સવાર અને રાત એમ બે પાળીમાં ગાર્ડ આવતાં હતાં. જાણવા મળ્યું છે કે, છેલ્લા છ સાત મહિનાથી આરોપી સુમિત રામકુમાર શર્મા નોકરી પર આવતો હતો. 31મી માર્ચના રોજ ઓફિસમાં સ્ટાફ ન હોવાથી મિલના માલિક પ્રવિણભાઈ વલ્લભભાઈ બાબરીયા એકલા જ હતાં જેનો લાભ ઉઠાવીને કોયતો ગળા પર રાખીને સિક્યુરિટી ગાર્ડ મિલ માલિકને બહાર લઈ ગયો હતો.

બાદમાં પ્રવિણભાઈનું અપહરણ કરવાની કોશિષ કરી હતી. પ્રવિણભાઈની બાઈક પર અપહરણની કોશિષ કરવામાં આવી હતી પણ અપહરણની યોજના સુમિતની સફળ ન રહેતાબેગમાં રાખેલ રોકડ સહિત બેંકની ચેક બુક, પાનકાર્ડ, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ સાથે જ પ્રવિણભાઈના પરિવારજનોના પણ સરકારી ડોક્યુમેન્ટ હતાં તેની પણ લૂંટ ચલાવવામાં આવી છે. આવો જીઆઈડીસીમાં પહેલો બનાવ બન્યો છે. પીડિત દ્વારા આરોપીને પકડી કડક પગલાં લે તેવી માગ કરાઈ છે અને હાલમાં પોલીસ દ્વારા તપાસ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!