સુરતની કુખ્યાત મીંડી ગેંગ સામે ગુજસીટોક અંતર્ગત ગુનો, 5 આરોપીની ધરપકડ કરી ! જાણો ક્યા ક્યા નામ…
કોટ વિસ્તારમાં છેલ્લા બે દાયકા થી વધારે આતંક મચાવતી એક મીંડી ગેંગ સામે અઠવા પોલીસે ગુનો નોંધ્યો છે. અને સાત વ્યક્તિઓની અટકાયત કરી છે. આમ પોલીસને જ્યારે માહિતી મળી ત્યારે તેમને મીંડી સહિત 12થી વધુ લોકો સામે ગુનો નોંધ્યો હતો, અને સુરત ભાગા તળાવ, નાનપુરા અને કાદરશાની નાળની કુખ્યાતગેંગ સામે પોલીસે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામ્યું છે.અને તેના આધારે જ છેલ્લા કેટલાય સમયથી શહેરમાં કાયદો અને વ્યવસ્થા સામે પડકાર બંધી એક બેંક સામે સુરત પોલીસ સક્રીય રીતે કામગીરી શરૂ કરી દીધી છે, અને અનેક ગુજસીટોક ના કાયદા હેઠળ ગુનાહિત ધરાવતા ગેંગ સામે પગલાં લેવામાં આવ્યા છે.
અલગ-અલગ ગેંગ જેમાં કુખ્યાત ટામેટા ગેંગ ગાજીપરા અલ્તાફ ગેંગ,નાગોરી ગેંગ, લાલુ જાલીમ ગેંગ, બંટી દયાવાન કેલિયા ગેંગ, સજ્જુ કોઠારી, મનિયા ડુક્કર ગેંગ વિરુદ્ધ પોલીસતંત્ર દ્વારા ગુજસીટોક દાખલ કરવામાં આવ્યો હતો. અને બીજી એક કોટ વિસ્તારની કુખ્યાત મીંડી ગેંગ સામે પણ પોલીસે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામ્યું હતું.
આ સમગ્ર ગેંગ અલગ-અલગ વિસ્તારમાં દાદાગીરી કરતા હતા અને અપહરણ હપ્તા વસુલી ધાક ધમકી પણ આપતા હતા અને તે સિવાય મિલકત પર કબજો જમાવીને અલગ-અલગ ગુનાઓ પણ નોંધાવી ચૂક્યા છે. આમ મીંડી ગેંગ પાછળ પણ અલગ અલગ 25 ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા છે. અને તેના આધારે તેમના આતંકથી સ્થાનિક લોકો ખૂબ જ હેરાન પરેશાન થઇ ગયા હતા આમ પાલિકાની ટીમ ઉપર પણ મીંડી ગેંગ હુમલો કરવામાં ખૂબ જ પ્રખ્યાત છે. આમ આ પ્રકારના અસામાજિક તત્વોની ટોળકીને ડામવા માટે પીએસઆઇએ ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો હતો.
આમ અઠવા પોલીસે આ સમગ્ર ગેંગના લીડર એવા આરીફ ગુલામરસુલ મીંડી, રંગરેજ, જુનેદ, માવિયા કુંભાર, યસા, કૈઝર ઝૂનેદ, અને મીંડી સહિત બીજા 12 લોકો થી વધુ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેમાં આરીક અને અનસ સહિત પાંચ લોકોને પકડી પાડવામાં આવ્યા હતા.આમ આ બધી જ ટોળકીએ સુરત શહેરની બહાર પણ ઘણા બધા ગુનાઓ કર્યા હતા અને પોલીસે તે બાબતમાં પણ બીજી તપાસ પણ શરૂ કરી દીઘી છે.
