સુરત મા મહીલાનું ગળુ કાપી ઘાતકી હત્યા કરાઈ ! …
ખરેખર ગુજરાતનું રત્નાકાર શહેર હવે જાણે ક્રિમિનિલ હબ બની રહ્યું છે. હાલમાં જ છેલ્લાં એકાદ મહિના થી સુરતમાં દિવસે ને દિવસે અનેક પ્રકારની દુઃખ ઘટનાઓ બની રહી છે. ત્યારે હાલમાં જ એક એવી ઘટના બની જેના વિશે જાણીને તમારું હૈયું કંપી ઉઠશે. ખરેખર આ ઘટના જાણીને એ તો સાબિત થઈ ગયું છે કે, માનવતા સાવ મરી પડી છે. ધોળા દિવસે હવે તો સુરતમાં હત્યાઓ થઈ રહી છે, ત્યારે સુરક્ષા મામલે અનેક સવાલો ઉઠશે.આ જે ઘટના જે ઘટી તેનાથી તો એક બાળક પોતાની વ્હાલસોયી માતા ગુમાવી દિધી.
ચાલો અમે આપને આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી આપીએ કે આખરે બનાવ શુ બન્યો હતો. હાલમાં જ દિવ્યભાસ્કરનાં અહેવાલો મુજબ જાણવા મળ્યું હતું કે,સુરત મા મહીલાનું ગળુ કાપી ઘાતકી હત્યા કરાઈ ! લીવ ઈન મા રહેતા યુવાન અને બાળક નું હૈયાફાટ રુદન સાંભળીને સૌ કોઈની આંખમાં આંસુઓ આવી ગયેલ.સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે, હાલમાં જ સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ગૌતમપાર્ક સોસાયટીના ઘરમાં ઘૂસી એક મહિલાની હત્યા કરી નાખી. વાત જાણે એમ હતી કે, અજાણ્યો ઈસમ મહિલાનું ગળું કાપી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
હત્યારો એટલો નિર્દય હતો કે તેને બાળક સામે માતાને મારી નાખી અને એક વર્ષનું બાળક (પુત્ર) માતાના લોહીના ખાબોચિયામાં રમતો હતો. આ દશ્ય જોઈને કોઈનું પણ હ્દય થભી જાય. વધુ માહિતી મેળવીએ તો સજ્જનસિંહ પરમાર (ડીસીપી ઝોન-1)એ જણાવ્યું હતું કે, ગૌતમપાર્ક સોસાયટીના મકાનના પહેલા માળે સ્નેહલતાબેન નામની મહિલાની હત્યા થયેલ. મૃતક મહિલા પ્રકાશ રણછોડભાઈ પટેલ સાથે રહેતા હતા. પ્રકાશભાઈની પૂર્વ પત્ની છે.
બનાવ એવો બન્યો કે, સવારે પ્રકાશભાઈ ટિફિન લઈને નોકરી પર જતા રહ્યા હતા. રોજ બપોરે બંને વીડિયોથી વાત કરતા હોય છે. જોકે, આજે સ્નેહલતાએ વીડિયો કોલ ન કરતા ઘરે આવ્યા હતા. ત્યારે પત્નીની ગળું કાપી હત્યા થઈ ગઈ આ જાણીનેપોલીસને જાણ કરી હતી. હાલ તપાસ ચાલી રહી છે. પ્રકાશભાઈને પહેલી પત્ની અને એની 14 વર્ષની દીકરી હતી. દીકરીનું કોઈ કારણસર મૃત્યુ થયું હતું. પહેલી પત્ની આશા ડીંડોલીમાં રહે છે. પત્ની સાથેના વિવાદમાં છૂટાછેડા લઈ પ્રકાશભાઇએ મરાઠી સ્નેહલતા સાથે પ્રેમ લગ્ન કરી બે વર્ષથી જ પ્રગતિ નગરમાં રહેવા આવ્યા હતા. ઉત્તર ગુજરાતના વતની પ્રકાશભાઈ ઝેરોક્ષ મશીન રીપેરીંગનું કામ કરતા હોવાનું હાલ બહાર આવ્યું છે. પહેલી પત્ની શંકાના દાયરામાં આવતા પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
સ્નેહલતાબેનને એક વર્ષનો પુત્ર છે જેનો 19મીએ જન્મ દિવસ આવી રહ્યો હતો. જેને લઈ ધામધૂમથી ઉજવણીની તૈયારી કરી રહ્યા હતા. શેરીમાં બધાને જમવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. સ્નેહલતાબેને પ્રકાશભાઈનો ફોન ન ઉપાડતા પ્રકાશભાઈએ ભાડુઆતને ઘરે મોકલ્યા હતા. જ્યાં ઘરને બહારથી કજી મારેલી હોવાથી ભાડુઆત કડી ખોલી અંદર પ્રવેશ કરતા એક વર્ષનું બાળક માતાના લોહીના ખાબોચિયામાં રમતો હતો. આજે આ ઘટના બનતા આખી શેરી હેબતાઈ ગઈ છે. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવી દેનાર છે. જલ્દી થી હત્યારો પકડાઈ જાય અને મૃતક મહિલાની આત્મને શાંતિ મળે એજ ઈશ્વરને પ્રાર્થના.