સુરત ના બુટલેગર બંધુ પિંટુ – વિશ્વાસ નો છ મહીના નો ધંધો 21 કરોડ રુપીયા ! સ્ટેટ મોનિટરિંગ સેલ તેના વ્યવહાર…
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે, છેલ્લા એકાદ મહિનાથી સ્ટેટ મોંનિટરીંગ ટીમ વધુ એક્ટિવ થઈ છે અને એક્શન મોડમાં આવતાની સાથે જ પહેલા તો નાગદાન ગઢવીની ધરપકડ થઈ હતી અને ત્યારબાદ વિનોદ સિંધી તેમજ આ સિવાય અન્ય બુટલેગરો વિશે અને તેમના ખાતાની માહિતી મેળવેલ હતી, ત્યારે હાલમાં જ જાણવા મળ્યું છે કે, સુરત ના બુટલેગર બંધુ પિંટુ – વિશ્વાસ નો છ મહીના નો ધંધો 21 કરોડ રુપીયા ! સ્ટેટ મોનિટરિંગ સેલ તેના વ્યવહાર વિશે તપાસ હાથ ધરી જેમાં ચોંકાવનારી વાત સામે આવી છે.
સૂત્ર દ્વાર જાણવા મળ્યું હતું કે, મહારાષ્ટ્રના નવાપુરમાં બેસી ગુજરાતમાં દારૂની રેલમછેલ કરતા અને મહારાષ્ટ્રના નવાપુરમાં દબંગ ગણાતા ગોરખ ઉર્ફે પિન્ટુ ભીમરાવ ગઠરીને સ્ટેટ મોનિટરિંગ સેલે મુંબઇ એરપોર્ટથી જુલાઇ મહિનાના અંતિમ અઠવાડિયે પકડી પાડ્યો હતો અને ત્યારબાદ તેને સુરત લઈ આવીને માંડવી પોલીસને સોંપ્યો હતો. ત્રણ વર્ષથી પિન્ટુ ગુજરાતમાં દારૂ સપ્લાય કરવાના 30થી વધુ ગુનાઓમાં વોન્ટેડ હતો. કુલ 98 ગુનામાં સંડોવણી બહાર આવી હતી.
આ ઘટના બાદ પોલીસે તમામ કાર્યવાહી હાથ ધરી હતી અને ખાસ કરીનેસ્ટેટ મોનિટરીંગ સેલે પીન્ટુ અને તેના ભાઈ વિશ્વાસની સંપત્તિ અને વ્યવહારની ચકાસણી કરી હતી જેમાં ચોંકાવનારી વાત સામે આવી હતી. નવાપુરમાં પિન્ટુ અને તેના સાથીઓના નામે 02 બાર તથા દારૂ સંગ્રહ માટેના 07 ગોડાઉન હોવાનું બહાર આવ્યું હતું. બુટલેગર ભાઇઓ દમણ, ગોવા કે અન્ય રાજ્યોમાંથી દારૂની ખરીદી કરતા હતા કે ગુજરાતના બુટલેગરને સપ્લાય કરતાં હતા.
તેનું ચૂકવણું અને લેણું આંગડીયા પેઢી મારફત કરતા હતા. છ મહિનાના સમયગાળામાં જ આંગડીયા મારફત બુટલેગરો સાથે 21.04 કરોડનું ટ્રાન્ઝેક્શન કર્યાનું ખુલ્યું હોવાનું નાયબ પોલીસ અધિક્ષક કે.ટી. કામરીયાએ જણાવ્યું હતું.આંગડીયા ઉપરાંત પોલીસે તેમના બેન્ક એકાઉન્ટની ડિટેઇલ પણ ચકાસણી કરતાં મોટો ખુલાસો થયો હતો. આ બંને બુટલેગર ભાઇઓ અને તેમના સંબંધીઓના નામે કુલ 24 બેન્ક એકાઉન્ટ મળ્યા હતા. આ બેન્ક એકાઉન્ટ પોલીસે સિઝ્ડ કરી દીધા હતા. હાલમાં હજુ પણ કાર્યવાહી શરૂ છે, ત્યારે અનેક ચોંકાવનાર કિસ્સા સામે આવી શકે છે.
