સુરતમાં પંદર વર્ષથી ન્યાય માટે પોલીસ સ્ટેશનનાં પગથીયા ઘસતા વૃધ્ધે જયારે પોતાની વ્યથા કમિશનર સાહેબ ને સંભળાવી ત્યારે…
સુરત માથી હાલ જ એક કિસ્સો સામે આવ્યો જે જેમા એક વૃધ્ધ છેલ્લા 15 વર્ષ થી ન્યાય માટે ઝંખી રહ્યા હતા. વૃધ્ધના દીકરા ની હત્યા થઈ હોવાથી તે કેસનો આરોપી સતત નાસતો ફરતો હતો અને પકડ મા આવ્યો નહતો આ કારણે અનેક વખત પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા હતા જ્યારે પોતાની આ ફરીયાદ લઈ ને વૃદ્ધ પોલીસ કમિશનરના દરબારમાં પહોંચ્યા હતા અને પોતાની વ્યથા જણાવતા કમિ. અજય તોમર આ બાબત ને તાત્કાલિક ધ્યાન મા લઈ ને SOG ને કામે લગાડી હતી અને આરોપી ને ઝડપી પાડ્યો હતો.
આ ઘટના અંગે વિગતે વાત કરવા મા આવે તો લગભગ 15 વર્ષ અગાવ એક ઘટના બની હતી જેમા વર્ષ 2007 મા આરોપી એ મરણજનાર વચ્ચે મોબાઇલ ની લેતી દેતી બાબતે ઝઘડો થયો હતો ત્યારબાદ 30 ઓક્ટોબર-2007ના રોજ મરણ જનાર ભેસ્તાન ઉન જકાતનાકા ગોલ્ડન એપાર્ટમેન્ટ પાસે મૃત હાલત મા મળ્યો હતો. જ્યારે આ ઘટના મા આરોપી આકાશ ઉર્ફે ટુકુના ઉર્ફે સાહેબ ખદાર પાત્રાવાળાની સંડોવણી જણાઈ આવી હતી અને પોતે સુરતથી ભાગીને પોતાના વતન કેરલા ત્રીચુર ખાતે રહેવા જતો રહ્યો હતો. ત્યાં કડિયાકામની મજૂરી કામ કરી પોતાના ગામ આવતો જતો હતો. અને ત્યારથી પોલીસની નજરથી નાસતો ફરતો હતો.
આ સમગ્ર ઘટનાની તપાસ પાંડેસરા પોલીસ દ્વારા ચવાવાઈ રહી હતી અને આરોપી ને પકડવા અનેક વખત તેના વતન જઈ પ્રયાસ કરવા મા આવ્યા હતા પરંતુ આરોપી ઓડિશાના ગંજામ જિલ્લાનો અંતરિયાળ વિસ્તાર હતો અને આરોપી ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિથી પૂરેપૂરો વાકેફ હોવાથી તે પોલીસ પહોંચે એ પહેલા જ ત્યાંથી નાસી જતો હતો. જેથી તેનો પકડવો ખૂબ જ મુશ્કેલ હતું.
જ્યારે આ ઘટના ને 15 વર્ષ વિતી ગયા હતા અને મૃતક ના પિતા એ પોલીસ કમિશનર અજય તોમરને આ વૃદ્ધે ભીંની આંખે વ્યથા રજૂ કરતાં કમિ. તોમરે એસઓજીને દોડાવી હતી જ્યારે એસઓજીની ટીમે પાંડેસરા પોલીસ પાસેથી માહિતી મેળવી આરોપીને તેના વતનમાંથી ઊંઘમાંથી જ દબોચી લીધો હતો અને આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.