સુરત કમિશ્નર અજયકુમાર તોમરેએકી સાથે 278 પોલીસોની બદલીનો આદેશ કર્યો, આ કારણે લીધો નિર્ણય…
ગુજરાત ભરમાં દરેક શહેરોમાંથી પોલીસ અધિકારીઓની બદલીઓ થઈ રહી છે, ત્યારે હાલમાં જ જાણવા મળ્યું છે કે સુરત શહેરમાં પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા બદલીના ઓર્ડર કરવાના આવ્યા છે જેથી મિશનર દ્વારા એક સાથે 278 પોલીસ કર્મચારીઓની બદલીનો આદેશ કર્યો છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનાં કારણે બદલીના ઓર્ડર કરાયા છે.
આ પહેલા 41 પીએસઆઈની બદલી કરાઈહતી. જાણો કયા પોલીસ કર્મચારીની ક્યાં બદલી કરવામાં આવી છે.પોલીસ કમિશ્નરે સુરત વિસ્તારમાં અત્યાર સુધી ચાર ઝોનમાં ચાર ડીસીપી અને આઠ એસીપી અલગ અલગ આઠ ડિવિઝન સંભાળતા હતા પરંતુ નવા સીમાંકન મુજબ શહેરનો વિસ્તાર વધતા હવે ઝોનની સંખ્યા ચારથી વધારી છ કરવામાં આવી છે અને ડિવિઝન આઠ થી વધારી 12 કરવામાં આવ્યા છે.
ગૃહ વિભાગ Aદ્વારા શુક્રવારે મોડી રાત્રે આઇપીએસ અને ડીવાયએસપીની બદલી સાથે નવા અધિકારીઓની નિમણૂંકમાં આ ઓર્ડર કરવામાં આવ્યા હતા તેમજ નવા આઇપીએસ અને નવા ડીવાયએસપીની ફાળવણી કરી હતી. સુરત પોલીસના 41 પોલીસ સબ ઈન્સ્પેક્ટરોની સામૂહિક બદલીનાથતાં પોલીસ મહેકમમાં સોંપો પડી ગયો છે. આ પીએસઆઈની આંતરીક બદલી થઈ છે.
સુરત શહેરમાં હજીરામાં ફરજ બજાવતા પીઆઈ જે.બી.બુંબડીયાની કચ્છ પૂર્વ ગાંધીધામ, ઇચ્છાપોર પીઆઈ એન.એ.દેસાઈની પોરબંદર, ટ્રાફિક પીઆઈ વી.બી.દેસાઈની બોટાદ, અડાજણ પીઆઈ એસ.જે.પંડ્યાની સાબરકાંઠા, મહિધરપુરા પીઆઈ એ.જે.ચૌધરીની અમદાવાદ ગ્રામ્ય, પૂણા પીઆઈ આર.પી.સોલંકીની રાજકોટ ગ્રામ્ય, સાયબર ક્રાઈમ પીઆઈ ટી.આર.ચૌધરીની સરહદી વિભાગ, ગોડાદરા પીઆઈ એ.ડી.ગામીતની અમદાવાદ શહેર, ટ્રાફિક પીઆઈ જે.એસ.ગામીતની રાજકોટ શહેરમાં તથા મહિલા પોલીસ સ્ટેશનની પીઆઈ એન.એચ.મોરની રાજકોટ ખાતે બદલી થઈ છે.