Gujarat

સુરત : મહેનતના 30 હજાર ન મળતાં સાડીના કારીગરે આત્મ હત્યા કરી લીધી અને સ્યુસાઈડ મા એવુ લખ્યુ કે વાંચી ના આંસુ આવી જશે

તાજેતર આ અનેક એવા બનાવો બની રહ્યા છે જેમા યુવા વર્ગમા આવતા લોકો આત્મ હત્યા કરી ને જીવન ટુકાવી રહ્યા છે જેનુ કારણએ પણ હોય શકે કે કયાંક ને કયાંક કોરોના ના લીધે લોકો ની આર્થિક હાલત ખરાબ થઈ છે અને લોકો ના ધંધા રોજગાર છીનવાઈ ગયા છે ત્યારે ફરી સુરત મા એક હૃદય કંપાવનારી ઘટના બની છે જેમા એક સાડી ના કારીગરે ગળાફાંસો ખાઈ ને જીવન ટુછાવ્યું છે.

આ ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર  મહેન્દ્ર મોતીલાલ થોરાત ઉ.વ. 39 (રહે ધરતી નગર અમરોલી કોસાડ આવાસમાં) ગત તારીખ 11 મી એ ઘરના રસોડામાં ફાંસો ખાય મોતને વ્હાલું કરી લીધું હતું. મહેન્દ્ર સાડી ના કટીંગ કરવાનુ કામ કરતો હતો અને પોતની વૃધ્ધ માતા ની સાથે રહી ને ગુજરાન ચલાવતો હતો.મહેન્દ્ર ના મોત બાદ વૃધ્ધ માતા લાચાર બની ગઈ છે કારણ કે માતાને પાંચ સંતાન હતા જેમાથી ચાર સંતાન ના અગાવ મોત થઈ ગયા છે અને તેની સાર સંભાળ મહેન્દ્ર જ રાખતો હતો.

મહેન્દ્રના આત્મ હત્યા ની ઘટના થી માતા પણ આઘાત મા હતી કે આવુ શા કારણે કર્યુ હશે પરંતુ પોલીસ તપાસ મા પાણીયારા પાસે થી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી અને તેમા મહેન્દ્ર એ લખ્યુ હતુ કે મારી મોત નું કારણ કાશીનાથ છે, મારા કામના 30 હજાર લેવાના છે, માગું છું હાથ-પગ જોડું છું પણ આપતા નથી, તારાથી થાય એ કરી લે, આવા જવાબ આપી કહે છે નહીં આપું તો શું કરી લેશે, થાય તે તોડી, સાહેબ મારા ઘરનું વીજ મીટર એક વર્ષ પહેલાં કાપી ગયા છે. અંધારામાં વૃદ્ધ માતા સાથે દિવસ પસાર કરીએ છીએ બસ હવે થાક્યો એટલે હું આપઘાત કરું છું.’

આ ઘટના મા અમરોલી પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાશીનાથની અટક કરી છે. જયારે આરોપી કાશીનાથે આ અંગે પોલીસ ને જણાવ્યું હતુ કે અમે બન્ને બાળપણના મિત્રો હતા. પૈસા આપવાના જ હતાં. બે દિવસ પહેલા જ 2500 આપ્યા હતાં. એની માતાની દેખરેખ પણ હું જ કરતો હતો. મને ખબર ન હતી કે, મહેન્દ્ર આટલો બધો માનસિક તણાવમાં હશે કે, આપઘાત કરી લેશે. નહિતર ગમે તેમ કરીને રૂપીયા લાવી આપી દીધા હોત. ભલે મારી સામે ગુનો નોંધાયો પણ ચિંતા એની માતાની છે. હવે એની સાર સંભાળ રાખશે કોણ? એવું કહી રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!