સ્ટેટ મોનિટરીંગ સેલ એ સુરત મા સપાટો બોલાવી દીધો ! આટલા લાખ નો દારુ નો જથ્થો એવી રીતે ઝડપી લીધો કે..
ગુજરાતમાં દારૂબંધીને યથાવત રાખવા માટે સ્ટેટ મોનીટરીંગ ટીમ સતત એક્શન મોડમાં જ રહે છે. દિવસે ને દિવસે અનેક જગ્યાઓમાંથી દારૂના જથ્થા પકડાઇ રહ્યા છે, ત્યારે હાલમાં જ જાણવા મળ્યું છે કે, સ્ટેટ મોનિટરીંગ સેલ એ સુરત મા સપાટો બોલાવી દીધો ! આટલા લાખ નો દારુ નો જથ્થો એવી રીતે ઝડપી લીધો કે તમે જાણીને ચોકી જશો. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ કે,ગોડાદરા ખાતે ડિલિવરી આપવા જઇ રહેલો ટેમ્પો કાદવમાં ખૂપી ગયો હતો.
બસ આ ઘટનાને કારણે જ બુટલેગરોના કિસ્મતનાં દરવાજા બંધ થયા અને જેલના દરવાજા ખુલ્લી ગયા. સૂત્ર દ્વારા બાતમી મળી અને તાત્કાલિક જ ટીમે તપાસ કરી હતી. આ ટેમ્પામાં યાર્ન સાથે અંદર સંતાડેલા 200 પેટી જેટલા દારૂ ઝડપાયો હતો. તેમજ આ દારૂ લાવતા 2 આરોપીની ધરપકડ કરી હતી.
મીડિયા દ્વારા જાણવા મળ્યું હતું કે, અંબિકા ટાઉનશીપ પાસે રેતીમાં ફસાયેલા ટેમ્પામાંથી મહિલા બુટલેગરે મંગાવેલો 9.96 લાખનો દારૂ સ્ટેટ મોનિટરિંગ સેલએ ર રવિવારે બપોરે ડીંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ટેમ્પા ચાલક અને હેલ્પરને ઝડપી લીધા હતા. ટેમ્પો ફસાઈ જતા ટીમને ઘણો ફાયદો થયો હતો. આ ઘટના અંગે જામવા મળ્યું કે ટેમ્પમાં રાખેલ બોક્સમાંથી 9.96 લાખની કિંમતનો 7487 દારૂની બોટલ મળી આવી હતી.
આરોપીઓને પોલીસે આ મુદ્દા માલ કબજે કરી પૂછપરછ કરી હતી અને તપાસમાં જાણવા મળ્યું હતું કે, સુરતના ડીંડોલી માં રહેતી શોભા દિલીપ પાટીલે આ દારૂ દમણથી મંગાવ્યો હતો. જ્યાં દમણના બંટીએ દારૂ ભરેલો ટેમ્પો, ચાલક સાથે સુરત મોકલાવેલ હતો.હાલ આ પ્રકરણમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂ સહિત યાર્નનો જથ્થો, ટેમ્પો અને બંનેના મોબાઈલ ફોન મળી 26 લાખથી વધુ નો મુદ્દા માલ કબજે કરી બે લોકોની ધરપકડ કરી દારૂ મંગાવનાર અને મોકલનાર મળી કુલ 5 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા છે. ખરેખર સ્ટેટ મોંનિટરિંગ ટીમની કાર્યવાહી સરહાનીય છે.
