સુરત ના સવાણી પરિવાર સમાજ ને નવી રાહ ચિંધી ! વસંતબેન સવાણી નુ અવસાન થતા પુત્રવધુએ અગ્નિ સંસ્કાર કર્યા અને….
સુરતના સવાણી પરિવાર કોણ નથી જાણતું દરેક સામાજીક કાર્યક્રમ અને ધાર્મિક કાર્યક્રમોમાં આ પરિવાર આગળ રહેતો હોય છે ત્યારે સવાણી પરિવાર અનેક વખત સામાજિક જાગૃતતા આવે તેવા પ્રયાસો કરતા હોય છે ત્યારે આ પરિવાર દ્વારા ફરી એક નવી પહેલ કરવામા આવી છે જેમાં વસંતબેન સવાણી અવસાન થતા તેમને અગ્નિદાહ આપવાનું કાર્ય તેમના પુત્રો ના બદલે તેમના પુત્રવધૂ એ કર્યું હતું.
સમાજમાં હાલના સમયમાં અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં સાસુ વહુ અને દેરાણી જેઠાણી વચ્ચે અણબનાવ ના લીધે પરિવાર વિખાતો હોય છે ત્યારે સવાણી પરિવાર દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે જો વાત કરવામાં આવે વસંતબેન સવાણીની તો સવાણી પરિવારના મોભી વલ્લભભાઈ સવાણી ના સગા ભાઈ માવજીભાઈ સવાણી ના ધર્મપત્ની છે જેનુ અવસાન થયું હતું ત્યારે તેમની પુત્રવધુ દ્વારા અગ્નિદાહ આપવાનુ કાર્ય કર્યુ હતુ.
સામાન્ય રીતે મૃત્યુ બાદ અગ્નિદાહ કરવા માટે પુરુષો ને પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે ત્યારે ઘણી વખત દીકરીઓ પણ અગ્નિદાહ આપવાનું કાર્ય કરે છે ત્યારે વસંતબેન સવાણી નું અવસાન થતા દીકરો કે દીકરી એ નહીં પરંતુ તેમની પુત્રવધૂ એ અગ્નિ સંસ્કાર કર્યા હતા. સ્વ વસંતબેન માવજીભાઈ સવાણી ની છેલ્લા ઘણા દિવસોથી અવિરત સેવા કરનાર તેમની પુત્રવધુ પૂર્વી ધર્મેશભાઈ સવાણી છેક સ્મશાન સુધી પહોંચ્યા હતા અને તમામ વિધિમાં ભાગ લીધો હતો આ ઉપરાંત અગ્નિદા દેવાનો પણ કાર્ય તેમણે કર્યુ હતુ. ત્યારે સમાજ માટે એક નવી રાહ ચીંધી છે તેવું કહી શકાય.
આ ઘટના મા અન્ય એક હૃદયસ્પર્શી વાત એ પણ હતી કે જ્યારે વસંતબેન સવાણીનુ લીવર ખરાબ થય ગયુ હતુ અને અમદાવાદ સારવાર ચાલી રહી હતી ત્યારે તેમના દેરાણી શોભાબેન હિમ્મતભાઈ સવાણી એ પોતાનું એક લીવર દાન આપી દીધુ હતુ પરંતુ સંયોગવશ વસંતબેન નો જીવ બચી શક્યો નહતો પરંતુ દેરાણી જેઠાણી સારા સંબંધો ના અહી દર્શન થયા હતા.
સવાણી પરિવાર હંમેશા સામાજિક અને શૈક્ષણિક કાર્યમાં પણ આગળ હોય છે ત્યારે આ ઘટનામાં પણ તેઓએ સમાજને નવી રાહ ચિંધી હતી. જેમા અગ્નિ સંસ્કાર પર્યાવરણને બચાવવા માટેનો એક સંદેશ આપ્યો હતો જેમાં તેઓએ લાકડા ની જગ્યાએ ઈલેક્ટ્રીક અગ્નિદાહ આપીને પર્યાવરણનું જતન પણ કર્યું હતું.