સુરતમા આ જગ્યાઓ પર સ્પા ની આડ મા ચાલતુ હતુ મધમોટુ કુટણખાનુ ! કુલ 19 યુવતી સહીત 41 ની ધરપકડ
ખરેખર સુરત શહેરમાં દિવસે ને દિવસે ગુન્હાઓનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે હાલમાં ફરી એકવાત સ્પાના આડમાં ગુટણખાણું પકડાયું હતું. ચાલો આ ઘટના અંગે વધારે માહિતગાર થઈએ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સુરત શહેરની ઉમરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે સ્પાની આડમાં ચાલતા અનૈતિક ધામ પર દરોડા પાડીને વિદેશી યુવતીઓને મુક્ત કરાવી છે. સુરત પોલીસે કુલ ત્રણ જગ્યાએ સ્પા પર દરોડાની કાર્યવાહી કરી હતી.
જાણવા મળ્યું હતું કે,સાત વિદેશી સહિત ત્રણેય જગ્યાએથી કુલ 19 યુવતીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન કુલ 22 યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે દરોડાની કાર્યવાહી દરમિયાન કુલ 41 લોકોની ધરપકડ કરી હતી.ઉમરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે વેસુ VIP રોડ, રઘુવીર બીઝનેસ પાર્કના પહેલા માળે થાયા નામની શોપમાં સ્પાની આડમાં ધમધમી રહેલા કૂટણખાના પર દરોડો પાડવામાં આવ્યો હતો.
પોલીસના દરોડા દરમિયાન માલુમ પડ્યું હતુ કે, સ્પાનો માલિક ભાવેશ અને અનીલ મસાજના નામે વિદેશી અને ભારતીય મહિલાઓને રાખીને શરીરસુખનો વ્યાવસાય ચાલુ હતો.આ બાબતે પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર દરોડા પાડીને સ્પાના સંચાલક, મેનેજર સહિત અન્ય લોકોને સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પહેલા પણ સ્પા ને લઈને વિદેશી યુવતીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ કાફે ટેબલમાં પણ કેફે ને નામે આવાશરીરસુખના વ્યવસાય ચાલતા હોય છે. પોલીસે પણ આવા ગેરકાયદેસર ચાલતા ગુટણખાનાની જાણકરી મેળવીને યોગ્ય પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.