સુરત મા આ બે ભાઈઓએ ચાલુ કર્યુ અનોખુ સ્ટાર્ટ અપ ! દારૂબંધી વાળા રાજ્યો મા પીવડાવે છે બિયરની અને વ્હીસ્કી ચા…
કોરોનાના સમયગાળામાં ઘણા બધા ધંધાઓ પડી ભાંગ્યા હતા અને અનેક લોકોએ પોતાની નોકરી તથા રોજગારી પણ ગુમાવી દીધી હતી, ત્યાં જ કલકત્તાના બે ભાઇઓએ એવો વિચાર કર્યો કે તમે તેમના વિચારથી વિચારતા થઇ જશો. બંને ભાઈઓએ નક્કી કર્યું કે કંઈક નવો બિઝનેસ શરૂ કરીએ અને તેની માટે તેમને ગુજરાત દિમાગમાં આવ્યું કારણ કે તેમને એક રિસર્ચમાં જોયું હતું કે સૌથી વધુ ચા ગુજરાતમાં પીવામાં આવે છે, અને ત્યારબાદ તેમને ગુજરાતીઓને કંઈક અલગ જ પ્રકારની ચા આપવાનું તેમને વિચાર્યું. અને તેમને તેના જ કારણે બિયર તથા વિસ્કી ફ્લેવરની ચા ગુજરાતીઓને પીવડાવવા માટે નો વિચાર કર્યો. આમ એક એવો બિઝનેસ હતો કે તેમનો ખૂબ જ ધમાકેદાર ચાલ્યો અને અત્યારે સુરતમાં તેમને પોતાનું બીજું આઉટલેટ પણ શરૂ કરી દીધુ.

તેમણે બનાવેલા આ કેસમાં જ ચીનથી આવે છે. તેમાં વિસ્કી અને બીયરની ફ્લેવર જોવા મળે છે. આમ તો આ નોન આલ્કોહોલિક હોય છે. તેમાં ફ્લેવર જ નાખવામાં આવે છે આમ એપલ જ્યુસ અને મિનરલ વોટર ઉમેરીને વિસ્કી તથા બીયરની ચા બને છે. સુરતના લોકોને આ એટલી બધી પસંદ આવી ગઈ કે અહીં પીવા આવનારા લોકોની સંખ્યા પણ ખૂબ જ વધી ગઈ અને આ ફ્લેવર્ડ ચાનો કિલોનો ભાવ 20 રૂપિયા 25000 રૂપિયા સુધી છે. અને આ ચાને સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે કારણ કે તેમાંથી વિટામિન ઈ નો ખૂબ જ સારો સ્ત્રોત મળે છે.

આ કેફે ના માલિક રાહુલ સિંઘ જણાવે છે કે કોરોના ના સમયગાળામાં અમારા માટે નવી શરૂઆત કરવી ખૂબ જ મોટી ચૅલેન્જ હતી. અને તેની માટે અમે અમારી નોકરી પણ છોડી દીધી હતી તેથી મારો પિતરાઈ ભાઈ અભિષેક એવીએશન ફિલ્ડમાં કેબિન ક્રુ મેમ્બરની નોકરી કરતો હતો. અને આ સ્ટાર્ટઅપ માટે તેમને પણ પોતાની નોકરી છોડી દીધી હતી આમ આ દરેક બાબતનો મેં પહેલાં રિસર્ચ કર્યું ત્યારબાદ મારી ઓડિટની નોકરી દરમિયાન પણ આ દરેક બાબતનું રિસર્ચ કર્યા કરતો હતો અને હવે તે દરેક વસ્તુ મને કામમાં આવી છે દોઢ વર્ષ પહેલા અમે કૅફે શરૂ કર્યું હતું,અને માર્કેટમાં એક અલગ જ પ્રકારના ફ્લેવરની લઈને આવ્યા હતા અને વધુ પોપ્યુલર થવા માટે અમે તેમાં વિસ્કી અને બીયરના ફ્લેવરની લઈને આવ્યા આજે અમારું મહિનાની આવક પાંચથી છ લાખ રૂપિયા સુધીનું છે.

અત્યારે આ કેફે માં માત્ર બિયર તથા વિસ્કીની ચા નહીં પરંતુ વ્હાઇટ ટી પણ ખૂબ જ લોકપ્રિય છે અને આ ચા ની ખાસિયત એ છેકે એમાં એન્ટી એજિંગ અને એન્ટી નેચરલ ના ગુણો જોવા મળે છે. અને આ બધા જ ફ્લેવરની ચા સિવાય મોટાભાઈ ચા, ઓલંગ ટી, હમારીવાલી ચાય, તથા મિલ્ક ના બેઝ પર સૌથી વધુ વેચાણ થાય છે.
