સુરતમાં આવેલી ગ્રીન લેબે સમગ્ર હીરા જગતમાં રચ્યો એક મોટો વર્લ્ડ રેકોર્ડ, જાણો શું છે તે વર્લ્ડ રેકોર્ડ…
સુરતમાં આવેલી ગ્રીન લેબે સમગ્ર હીરા જગતમાં એક મોટો વર્લ્ડ રેકોર્ડ રચ્યો છે. સુરતની ગ્રીનલેબ માં તૈયાર થયેલ ઓમ નમઃ શિવાય નામના ત્રણ લેબ ગ્રોન ડાયમંડે એક મોટો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. અને આમ સુરતની આ ગ્રીન લેબે ચીનને પછડાટ આપી દીધો છે, અને ભારતનો આ હિરો દુનિયાનો સૌથી મોટો લેબ ગ્રોન ડાયમંડ બની ગયો છે.
સુરતમાં આવેલી ગ્રીન લેબ ડાયમંડ વેગાસના શોમાં ત્રણ યુનિક પ્રકારના લેબ ગ્રોન ડાયમંડ ઓમ નમઃ શિવાય નું પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. આમ આજકાલની આ મોર્ડન દુનિયા ને અનુરૂપ જ લોકોના લક્ઝરિયસ ફેશનને અનુરૂપ તેમજ આહિરો દરેક વ્યક્તિ માટે બનાવવામાં આવે તેવા વિઝન સાથે સુરતમાં આવેલ ગ્રીન લેબ પોતાના લેટેસ્ટ કલેકશન ઓમ નમઃ શિવાય બનાવવાની જાહેરાત કરતાં ખૂબ જ ગર્વનો અનુભવ કરે છે. અને તે ખૂબ જ અદ્યતન સૂર્ય ઉર્જા થી બનાવેલ માનવ સંચાલીત લેબોરેટરીમાં બનાવવામાં આવેલા ત્રણ બિલકુલ યુનિક પ્રકારના ડાયમંડ્સ નો એક સમૂહ છે. અને તેમાં ગ્રીન લેબની ઊંચામાં ઊંચી કુશળતા અને અદ્યતન આધુનિક ટેકનોલોજી નું પ્રદર્શન કરે છે.
આ લેબમાં જે ડાયમંડ બનાવવામાં આવ્યા તે સમગ્ર વિશ્વમાં સર્વોચ્ચ ગુણવત્તાના ડાયમંડ્સ છે અને તેને બનાવવાની સતત પ્રતિબદ્ધતા તથા તેના પ્રયોગશાળામાં બનાવવામાં આવતી ડાયમંડની ટેકનોલોજીના પ્રગતિ નું પરિણામ છે. આમ આ ગ્રીનલેબ ડાયમંડના ભાગીદાર સંકેત પટેલ જણાવે છે કે અમે હજુ વધુ ઉત્કૃષ્ટ ડાયમંડની ખેતી કરવામાં અને તેને ટકાવી તથા વ્યાજબી લક્ઝરિયસમાં વિશ્વાસ રાખીએ છીએ જે લોકો તથા પૃથ્વી નું પોષણ કરે છે. ઓમ ડાયમંડ 27.27 કેરેટ ; ગ્રીન લેબ ડાયમંડ્સે 27.27 કેરેટનો પોતાની કુશળતા તથા એડવાન્સ ટેકનોલોજી ના આધારે માર્ક્વિઝ સ્ટેપ-કટ ડાયમંડ્સનો ઓમ બનાવ્યો છે અને તે વિશ્વની સૌથી મોટી પ્રયોગશાળામાં બનાવવામાં આવેલ પોલીસ ડાયમન્ડ બનાવે છે.
નમઃ ડાયમંડ 15.16 કેરેટ ; બીજા સૌથી ચમકદાર ડાયમંડ નું નામ નમઃ છે, અને તે પિયર રોઝ કટ 15.16 કેરેટ ડાયમંડ જે ખૂબ જ સુંદર રીતે પોલીસ કરવામાં આવ્યો અને તેને દર્શકો સામે મૂકવામાં આવ્યો ત્યારે દર્શકો તેની સુંદરતા જણાવે છે અને એકસાથે જુઓ મને રમત એ વિશ્વની સૌથીમોટી પ્રયોગશાળામાં બનાવવામાં આવેલ પોલીશ ડાયમંડ્સ છે અને તેમાં કોઈપણ રીતે કુત્રિમ રંગની ટ્રિટમેન્ટ કરવામાં આવી નથી.
શિવાય ડાયમંડ 20.24 કેરેટ ;ત્રીજો અને સૌથી સુંદર ડાયમંડ જેનું નામ છે શિવાય ડાયમંડ અને તે 20.24 કેરેટનો છે અને તે ખૂબ જ માસ્ટર પીસ છે જે સુંદરતા અને વશીકરણ ને દર્શાવે છે આમ આ નીલમણી કટ ડાયમંડ દર્શકોને વધુ સુંદર લાગ્યો, અને તેની વધુ સુંદરતા માટે સંપૂર્ણ રીતે તેને આકાર પણ આપવામાં આવ્યો છે. કોઈપણ વ્યક્તિ તેને હાથ ઉપર પહેરે તો તે ખૂબ જ આકર્ષક લાગશે.
ગ્રીન લેબ ડાયમંડના ભાગીદાર સંકેત પટેલ જણાવે છે કે અમે લાસવેગાસમાં JCK ના શોમાં સમગ્ર વિશ્વ આગળ ત્રણ હીરા નું પ્રદર્શન કરવાના છીએ. તથા તેનો કલેક્શન બુથ નંબર 8131 LABON LLC છે જેના ઉપર અમે પ્રદર્શિત કરવાના છીએ અમારી કલાકારીગરી જ અમારા ક્રિએશનને સમગ્ર ઇન્ડસ્ટ્રીમાંથી જુદા પાડે છે. અને અંતમાં તેઓ જણાવે છે કે અમે સમગ્ર ઉદ્યોગજગતના સભ્યોને અહીં આવવા માટે તથા ચમકતા ડાયમંડના સાક્ષી બનવા માટે આમંત્રણ આપીએ છીએ.