સુરતમાં વાછરડો અને વાછરડી અગ્નિ સાક્ષી ફરશે સાત ફેરા, સુરતવાસીઓ બનશે જાનૈયા, આવા કંઈક ખાસ હશે લગ્ન…
તાપી કાંઠે વસેલ સુરત શહેર ખૂબ જ સોહામણું અને ગુજરાતમાં અનેક શહેરો થી અલગ તરી આવે છે.ડાયમંડ સીટી અને અંગ દાનમાં અને સંયમ ની નગરી સુરતમાં અનેક અવનવી ઘટનાઓ બનતી હોય છે, ત્યારે હાલમાં જ એક અનોખા લગ્ન થવા જઈ રહ્યા છે. આવા લગ્ન તમેં ભાગ્યે જ જોયા હશે. ખરેખર આ એક ખુશીમો અવસર છે. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ઉત્તરાયણના દિવસે એટલે કે,14 જાન્યુઆરીએ સુરતમાં એક અનોખા વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે. સંભવત પહેલીવાર અમરોલીની વાછરડી અને કામરેજનો વાછરડો પ્રભુતામાં પગલાં પાડવાના છે.લગ્નના બંધન બંધાશે.
જેમ આપણો દીકરો અને દીકરી પરણતા હોય એવી જ રીતે સુરતમાં ધામધૂમ થી અને ગુજરાતી પરંપરા મુજબ લગ્નની તમામ રીતિ રિવાજો સાથે ભાવપૂર્વક અને વૈભવશાળી રીતે જાનૈયાઓની હાજરીમાં ગૌવિવાહનું આયોજન કરવામાં આવ્યું છે. કામરેજના લાડવી પાસે આવેલી ઓમશ્રી નંદેશ્વર ગૌશાળાના ગાય માતાએ એક વાછરડાંને જન્મ આપ્યો હતો જેનું નામ શંખેશ્વર છે જેના લગ્ન અમરોલી ગાંધારી આશ્રમ ગૌશાળાની વાછરડી ચંદ્રમોલી સાથે નક્કી કર્યા છે. લગ્ન સમારંભ કામરેજની લાડવી ગૌશાળામાં જ થવાનો છે. વાછરડો અને વાછરડીની ઉંમર 2થી 2.5 વર્ષ છે.
જે પ્રમાણે યુવક- યુવતીના લગ્ન થાય છે તેમ જ મંત્રોચ્ચાર સાથે શંખેશ્વર અને ચંદ્રમોલીના લગ્ન કરવા માંગ્યા છે, પરંતુ બ્રાહ્મણો પણ મુંઝવણમાં મુકાઇ ગયા છે કે ગૌવિવાહમાં કોઇ દિવસ મંત્રોચ્ચાર કર્યા નથી. જો બ્રાહ્મણો તૈયાર થશે તો પુરી વીધિ સાથે લગ્ન સમારંભ કરીશુ. કન્યાદાન પણ કરવામાં આવશે અને મહેમાનોની હાજરીમાં શુભ પ્રસંગ ઉકેલાશે. ખરેખર આ પહેલીવાર બનશે કે, ગૌ વિવાહનો પ્રસગ સુરતામા ઉજવાશે.
ગૌશાળાના જંયતિભાઇ ભગતે કહ્યું હતુ કે તેઓ 25 વર્ષથી ગાય માતાની સેવા કરી રહ્યા છે . અમરોલી ગૌશાળાના સાધુ જયારે અમારે ત્યાં આવ્યા હતા, તો તેમણે કહ્યું હતુ કે અમારે ત્યાં વાછરડી છે તેને તમારા આશ્રમમાં મોકલવી છે. તો પછી એવું નક્કી થયું કે તો પછી ગૌવિવાહ કરીને પરંપરા મુજબ જ આશ્રમમાં લાવીએ એટલે 2078 પોષ સુદ-11ને શુક્રવારે બનેંના લગ્ન નિર્ધારિત કર્યા છે.આ પ્રસંગે પૂર્વ IPS ડી.જી,વણઝારા મુખ્ય મહેમાન પદે હાજર રહેવાના છે.ખરેખર આવા લગ્નનો લાહ્વો એ પણ ખૂબ જ ભાગ્યવાન લોકોને મળે.
