Gujarat

સુરત ને વેપારી એ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો ! સ્યુસાઈડ નોટ મા લખ્યુ કે “25 લાખ જેવી રકમ ન આપતા હું..

હાલ ના સમય મા આપઘાત ના બનાવો મા સતત વધારો થઇ રહ્યો છે ખાસ કરી ને મોટા શેહરો મા આપઘાત ના બનાવૉ વધુ બની રહ્યા છે જ્યારે સુરત શહેર મા બે દીવસ મા બે આપઘાત ના બનાવો સામે આવ્યા છે જેમા એક યુવતી એ ભણતર ના પ્રેશર ના કારણે આપઘાત કર્યો છે જ્યારે બિજા બનાવ મા સુરત ના પ્લાસ્ટિક ના વેપારી એ રુપીઆ ની લેવડ દેવડ ના કારણે આપઘાત કરી જીવન ટુકાવ્યુ છે.

ઘટના અંગે વિગતવાર વાત કરવા મા આવે તો સુરત મા ભેસ્તાન ગાર્ડનની સામે આશારામનગરમાં રહેતા હિરેનભાઇ ગોપાલભાઇ પાઘડાળના અપરણિત ભાઈ ઉદય સાથે ઉધનામાં શ્રીજી પ્લાસ્ટીકના નામે પ્લાસ્ટીકના સામાનનો હોલસેલ વેપાર કરે છે. અને પ્લાસ્ટિક નો સ્ટોક જાળવા ગોડાઉન રાખી ને ધંધો કરે છે. મોટો ભાઈ હિરેન ગત તારીખ 16 ના રોજ અમદાવાદ ખાસે સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના સેવાકાર્ય માટે ગયેલા હતા.

ત્યારે પત્ની પારુલ નો ફોન આવ્યો હતો અને જણાવ્યુ હતુ કે ઉદયભાઈ વહેલી સવાર થી ગોડાઉન એ ગયા છે અને ફોન પણ ઉપાડતા નથી. આ ઉપરાંત હીરેને પણ અનેક કોલ કરાવ પણ ફોન ન ઉપાડતા હીરેને પોતાના મિત્ર મિતુલ ને ત્યા જવા જણાવ્યુ હતુ. અને મિતુલે ત્યા જઈ ને જોયુ તો શટર અંદર થી બંધુ હતુ જ્યારે શટર ની તડ માથી જોતા ઉદય છતના હુક સાથે દોરી બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં નજરે પડ્યો હતો.

આ ઘટના ની જાણ પોલીસ ને કરાતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી જ્યારે ઉદય ની લાશ ને પોસ્ટમોર્ટમ માટે ખસેડવા મા આવી હતી જ્યારે પોલીસ તપાસ મા એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. નાની બીલબુકના લીંટીવાળા પાનામાં લાલ બોલપેનથી ગુજરાતીમાં લખેલી સ્યુસાઈડ નોટ મા લખવામા આવેલ કે “ગૌતમ મુંબઈમાં 25 લાખ જેવી રકમ ન આપતા હું ફસાઈ ગયો છું, એટલે આ કરું છું. લિ.ઉદય.

પોલીસે હિરેનભાઈની આ અંગે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, બંને ભાઈઓએ મુંબઈના વેપારી ગૌતમભાઇ પ્રવીણભાઇ ચૌહાણને ઓગષ્ટ મહિનાથી જે માલ આપ્યો હતો અને માલ ખરીદવા એડવાન્સ આપ્યા હતા તે કુલ રકમ રૂ.25 લાખ નહીં આપી તે વાયદા કરતો હતો અને એલફેલ બોલી પૈસા આપવા ઈન્કાર કરતો હતો. તેમને દેવું થઈ ગયું હતું. તેથી ઉદય છેલ્લા બે મહિનાથી ચિંતામાં હતો. ઉધના પોલીસે આ હકીકતના આધારે હિરેનભાઈની ફરિયાદના આધારે ગૌતમ ચૌહાણ વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!