Viral video

સુરતના આ ગામમાં બની કરુણ ઘટના ! ડાન્સ કરતા કરતા વરરાજા નો જીવ ગયો , જાનની બદલે નનામી..

સુરત શહેરના નાના એવા ગામના એક ખૂબ જ કરુણ દાયક ઘટના ઘટી. સૂત્ર દ્વારા મળેલી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, દાંડિયારાસની રાત્રે ડીજેના તાલે નાચતા વરરાજાનું અચાનક મુત્યુ થઈ જતા લગ્નનો માહોલ માતમમાં ફેરવાય ગયો હતો. ચાલો અમે આપને આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી આપીએ કે, આ ઘટના ક્યાં ગામની છે અને યુવાનનું મુત્યુ ક્યાં કારણે થયું છે.

મીડિયા દ્વારા મળેલી માહિતી પ્રમાણે આ ઘટના સુરતમાં અરેઠ ગામની છે. જ્યાં એક ઘરમાં લગ્નના ગીતો ગુંજી રહ્યા હતા અને સૌ કોઈ જાનૈયાઓ પણ વરરાજા સાથે ડીજેના તાલે નાચી રહ્યા હતા ત્યારે જ યુવાન સાથે એવી બરોબર ઘટના બની કે, તેનો જીવ એક પળમાં ચાલ્યો ગયો. જે ઘરમાં થી દીકરાની જાન જવાની હતી એજ દીકરાની નનામી નીકળી.

આ ઘટના વિશે વિસ્તુત ઘટના ક્રમ જાણીસ તો દાંડીયારાસની રાતે પરિવાર જનો અને મિત્રો સાથે વરરાજાખુશીથી ઝૂમી રહ્યો હતો. અચાનક જ તે ઢળી પળી છે અને જે બાદ તેણે સરદાર સ્મારક હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. જ્યાં હાજર ડૉક્ટર વરરાજાને મૃત જાહેર કરે છે.  સવાર થી સાંજ સુધી વરરાજાને કંઈ પણ તકલીફ ના હતી.રાતના સુમારે પીઠી ચોળવામાં આવી.

આ બાદ વરરાજાના મિત્રોએ ડાન્સ કરવા તેણે ખભે બેસાડયો હતો અને આસપાસમાં નાના ભૂલકાઓથી માંડી યુવાન વયના લોકો ડીજેના ગીતો પર ઝૂમી રહ્યા હતા. લગ્નપ્રસંગમાં નાચતી વખતે છાતીમાં દુખાવો થયો હતો. અને અચાનક જ મિત્રના ખભા પર બેઠેલો વરરાજા ઢળી પડતાં પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા. સારવાર દરમિયાન જાણવા મળ્યું કે વરરાજાને હાર્ટ એટેક આવ્યો હતો.

બંને ઘરોની ખુશીઓ એક જ પલમાં માતમ ફેરવાઈ ગઈ. વરરાજાનાં માતા પિતાનાં દીકરાની જાન લઈ જવાના ઓરમાન અધૂરા જ રહી ગયા અને યુવકની થનાર પત્ની ઉપર પણ આભ ફાટી પડ્યું. ખરેખર આ ઘટના થી સૌ કોઇ શોકમગ્ન બની ગયા હતા.પરિવાર સહિત ગ્રામજનો આ ઘટનાથી ખૂબ વ્યથિત થઈ ગયા છે અને ચોધાર આસુંએ રડી રહ્યા છે. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે યુવકની આત્માને શાંતિ આપે અને પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!