પત્નીની નજર સામે બાલ્કની પરથી નીચે પડતા ઘટના સ્થળે જ થયું પતિનું મોત, પરિવારે કહ્યું કે પત્નીએ જ….
હાલમાં જ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ઉપર થી નીચે પટકાય છે અને તેની પત્ની તાત્કાલિક જ ઘટના સ્થળે પહોંચે છે. આ ઘટના અંગે વધુ આપણે જણાવીએ તો સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં તા. 20 નાં રોજ જાનકી રેસિડન્સી માં રહેતા ચંદ્રશેખર નામનો વ્યક્તિ પોતાના ઘરની બાલકનીમાંથી અચાનક રીતે નીચે પડી ગયેલા અને ચંદ્રશેખરનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
હાલમાં જાણવા મળી રહ્યું છે કે, કેસમાં મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે મૃતકની પત્નીએ જ તેની હત્યા કરી છે. આ યુવક વિશે જાણીએ તો તે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન માં માર્શલ તરીકે નોકરી કરતો હતો અને તેનું અચનાક નિધન થવાથી આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. હાલમાં તો જહાંગીરપુરા પોલીસે જે તે સમયે અકસ્માતનો ગુનો દાખલ કરેલ અને આગળ તપાસ હાથ ધરવામાં આવી છે.
પરિવારજનોનું કહેવું છે કે ચંદ્રશેકરની પત્નીએ તેની હત્યા કરીને નીચે ફેંકી દીધો હતો. પરિવારજનોએ આ કેસમાં હત્યાની કલમ ઉમેરવા માટે રજુઆત કરી હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પરિવાજનોએ આક્ષેપ કર્યો છે કે મૃતક જ્યારે નીચે પટકાયો ત્યારે તેના ગળાના ભાગે દુપટ્ટો હતો, જે તેની પત્ની ભારતીબેને હટાવી દીધો હતો.
ચંદ્રશેખર બાગડીએ આત્મહત્યા કરી છે, અકસ્માતે નીચે પટકાયો છે કે પછી તેની હત્યા કરી દેવામાં આવે છે તે પોલીસ તપાસ બાદ જ માલુમ પડશે. તેમજ ચોંકાવનારી વાત સામે આવી છે કે, ભારતીએ તેના પ્રેમી સાથે મળીને પહેલા તેના પતિની હત્યા કરી નાખી હતી. બાદમાં તેને ટેરેસ પરથી નીચે ફેંકી દીધો હતો હવે આ તમામ વાતો તેમના પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે હવે આખરે હકીકત શું છે તે પોલીસ તપાસ પછી જાણવા મળશે.
CCTV: સુરતના જહાંગીરપુરામાં 28 વર્ષીય યુવક ટેરેસથી નીચે પટકાયો, પત્નીએ પ્રેમી સાથે મળી ફેંક્યો હોવાનો આરોપ#Surat #CCTV #Death #Terrace #Murder #Wife pic.twitter.com/KQdKfSkWla
— Gujaratmitra (@Gujaratmitr) June 14, 2022
