Gujarat

સુરતનો આ વીડિયો તમારું હ્દય કંપાવી દેશે! એમ્બ્રોડરીનું મશીન ત્રીજા માળે થી પડતા બે મજૂરોનું થયું દુઃખ નિધન…

સુરત શહેરમાં હાલમાં એક ખૂબ જ દુઃખદ ઘટના બની છે, જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સુત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સુરતમાં ક્રેનથી ચઢાવાતું એમ્બ્રોઈડરી મશીન ત્રીજા માળેથી પટકાયું ને સાથે બે મજૂરને ખેંચી ગયું, બંનેના મોત થયેલ. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ કે, આખરે આ બનાવ કંઈ રીતે બન્યો. આ ઘટના આશ્ચય જનક છે, જ્યારે આ વીડિયો તમે જોશો તો  તમારું હૈયું દ્રવી ઉઠશે

આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ તો,  કતારગામ GIDCમાં એમ્બ્રોઈડરી મશીન ક્રેન મારફતે ચડાવતા અકસ્માત થયો જતો અને જેના કારણે  બે મજૂરોએ પોતાનો જીવ ગુમાવેલ. આ ઘટના ખૂબ જ દુઃખદાયી છે.  આ બે મજૂરોમાં  શિવ કરણ પ્રજાપતિ ​​​​​​એને 19 વર્ષના સંદીપ પ્રજાપતીએ જીવ ગુમાવેલ. હાલમાં તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જોકે, ઘટનાના હચમચાવી નાખતા CCTV ફૂટેજ સામે આવ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, ક્રેનની મદદથી એમ્બ્રોઈડરી મશીન ઉપર ચડાવવા દરમિયાન ક્રેનનો પટ્ટો તૂટી જતા એમ્બ્રોઈડરી મશીન ધડાકાભેર ત્રીજા માળેથી નીચે પડ્યું હતું. દરમિયાન એમ્બ્રોઈડરી મશીન ઉપર બેઠેલો યુવક અને ત્રીજો માળે ઊભેલો યુવક મશીન સાથે નીચે પડતા બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાની માહિતી મળી છે.

કતારગામ પોલીસ દ્વારા અકસ્માત ગુનો નોંધીને એમ્બ્રોઈડરી યુનિટમાં સંચાલકનું નિવેદન લેવાયા હતા. ઘટનામાં કઈ રીતે બેદરકારી રાખવામાં આવી છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. જોકે એમ્બ્રોઈડરી મશીન કોઈપણ પ્રકારની સેફ્ટી વગર ચડાવવામાં આવતો હોય તેવું આ દૃશ્ય જોતાં લાગી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!