સુરત વાઈરલ વિડીઓ
ભારત દેશ નો સૌથી મોટો તહેવાર દિવાળી ને હવે ગણતરી ના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે બાળકો મા ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે સુરત મા એક ચોકાવનારી ઘટના સામે આવી છે જેમા ચાર બાળકો ગટર ના ઠાકણા પાસે ફટાકડા ફોડતા હતા ત્યારે એકા એક આગ લાગી હતી અને ચાર બાળકો દાજી ગયા હતા. આ ઘટના નો વીડીઓ હાલ સોસિયલ મીડીયા પર ખુબ વાયરલ થય રહ્યો છે. તો આવો જાણીએ આ ઘટના વિશે.
આ ઘટના અંગે જાણવા મળ્યુ હતુ કે આ ઘટના સુરત ના યોગી ચોક પાસે ની તુલસી દર્શન સોસાયટીના ગેટ પાસે બની હતી. જેમા કુલ પાંચ બાળકો દાજી ગયા હતા જેનુ નામ રંગપરીયા ગુંજ સંજયભાઈ (11) રંગપરીયા વેદ ચેતનભાઇ (9) ડોબરીયા વ્રજ મનસુખભાઈ (14) સ્મિત મનસુખભાઈ બાબરીયા (8) ઠેશીયા હેતાર્થ દિનેશભાઈ (10) જેની હાલત હાલ સામાન્ય છે તેવુ જાણવા મળ્યુ હતુ.
આ ઘટના નો વીડીઓ એક સામે આવ્યો છે જેમા જોઈ શકાય છે કે બાળકો સોસાયટી ના દરવાજા પાસે અંદર ની સાઈડ રમી રહ્યા છે અને થોડી વાર પછી બહાર ના ભાગે રમવા આવે છે અને ડ્રેનેજ લાઈન ના ઢાંકણા પાસે ફટાકડા સળગાવતા ની સાથે જ એક મોટો આગ નો ભડકો થાઈ છે અને બાળકો ના મોઢા સુધી આગ લાગી જાય છે. અને તમામ બાળકો દુર ભાગી જાય છે.
Surat pic.twitter.com/getDaph9Sk
— Today GUJARAT (@TodayGUJARAT1) October 28, 2021
આગ લાગવાની ઘટના શેના કારણે બની તેની વિગત હાલ સામે આવી નથી અને સદ નસીબે કોઈ જાન હાની થઈ નથી પરંતુ આ પ્રકાર ની ઘટના એક ચેતવણીરૂપ કીસ્સો છે અને ફટાકડા ફોડતી વખતે કોઈ ઉંમરલાયક લોકો ને સાથે રહેવુ જોઈએ જેથી આવી દુર્ઘટના અટકાવી શકાય.