Viral video

સુરતના રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેન મહિલા ચઢતા ટ્રેન નીચે આવી ગઇ! પછી જે થયું એ વીડિયો જોઈને ચોંકી જશો…

હાલમાં જ એક એવી ભયંકર ઘટના બની કે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આપને જાણીએ છે કે, સોશિયલ મીડિયામાં દિવસે ને દિવસે અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે, ત્યારે જ હાલમાં જ સુરતના રેલવે સ્ટેશન પર ચોંકાવી દેનાર ઘટના બની છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કંઈ રીતે યુવતી મોતના મુખમાં પહોંચે છે અને પછી જે ઘટના બને છે, તે જાણીને તમને પણ આશ્ચય થશે.

રેલવે વિભાગ દ્વારા ખાસ સૂચનો દેવામાં આવે છે કે, જેથી કરીને યાત્રાળુઓને જીવનો જોખમ નાં રહે પરતું અનેક સૂચનો અને નિયમ હોવા છતાં લોકો તેને ધ્યાનમાં નાં લેતા હોવાથી આવી ઘટનાઓ બનતી હોય છે. સુરત રેલવે સ્ટેશન પર આવેલા પ્લેટફોર્મ નંબર 3 પર આજે નિયમિત સમય પર બાંદ્રા હિસાર ટ્રેન આવી હતી અને આ જ ટ્રેનમાં ઘટના ઘટી જેમાં એક યુવતી ચાલુ ટ્રેન ચડવાનો પ્રયાસ કર્યો.

આ ઘટના અંગેનો વીડિયો વાયરલ થયો છે, ત્યારે તમે આ સીસીટીવી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક મહિલા ટ્રેનમાં ચડતી વખતે દોડતી આવે છે, અને ટ્રેનમાં ચડતી વખતે તે પોતાનું સંતુલન ગુમાવે છે. જેમાં તેનો પગ ટ્રેનની નીચે ફસાઈ જાય છે. સંતુલન ગુમાવતા આ મહિલા ટ્રેનમાં ચડી શકતી નથી પણ ટ્રેનની નીચે આવી જાય છે.

આ ઘટના બનતાની સાથે જ ત્યાં હાજર યત્રાળુઓએ યુવતીને બચાવવાનો પ્રયાસ કર્યો અને ટ્રેનમાં બેઠલા લોકોએ તાત્કાલિક ચેઇન ખેંચી લીધી જેથી કરીને આ મહિલાનો જીવ બચી ગયો.
આ ઘટના અંગે વધુ જાણવા મળ્યું છે કે, આ મહિલા મૂળ રાજસ્થાનની હતી. જેનું નામ પૂજા અગ્રવાલ છે. મહિલાને આ અકસ્માતમાં પગના ભાગે સામાન્ય ઇજા પહોંચી હતી. લોકોની સમય સૂચકતા અમે ત્વરિતતાને કારણે મહિલાનો જીવ બચી ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!