Entertainment

કામ ન મળતા સુરતના યુવાને માનસિક તણાવમાં કર્યું આપઘાત! 6 મહિના પહેલા પિતાનું થયું તું નિધન….

જીવનમાં મોત ક્યારે દ્વારે આવીને ઉભું રહી જાય કોઈ નથી જાણતું.ઈશ્વરની લીલા અપાર છે, તે ક્યારે શું કરે એ ઓણ કોઈ નથી જાણતું. હાલમાં જ એક એવો કિસ્સો બન્યો જેના લીધે સૌ કોઈ ચોકી ગયા છે. આ વાત સાંભળીને તમારું હૈયું દ્રવી ઉઠશે. એક તરફ કુદરતનો કહેર અને બીજી તરફ હોસ્પિટલની લાહપરવાહી. વાત જાણે એમ છે કે,સુરતમાં એક અજબ ઘટના બની

લોકડાઉન બાદ કામ ન મળતું હોવાથી યુવાન બેકાર બની ગયો હોવાની સાથે માનસિક તણાવમાં રહેતો હતો અને આજ કારણે તેને આપઘાત કર્યો. મૃતક ઋષિતના મૃતદેહને સિવિલના પીએમ રૂમમાં ઉંદરોએ કોતરતા પરિવાર રોષે ભરાયો.ખરેખર આ એક શરમજનક અને બેદરકારી કહેવાય.

આ પરિવાર પર તો આભ ફાટી પડ્યું હતું હજુ તો . 6 મહિના પહેલાં પિતાનું કોરોના મહામારીમાં મૃત્યુ થયા બાદ ઋષિત માનસિક તણાવમાં રહેતો હતો. લેબર કોન્ટ્રેકટર તરીકે કામ કરતો ઋષિત દોઢ વર્ષથી ચાલતી મહામારીની બીમારીને લઈ આર્થિક ભીંસમાં આવી જતાં વધુપડતો તણાવમાં રહેતો હોવાનું નજીકના મિત્રોએ જણાવ્યું હતું. જોકે ઋષિતના આપઘાતનો લઈ પરિવારે મૌન ધારણ કર્યું હતું.

ઉમરા પોલીસે જણાવ્યું હતું કે પાર્લે પોઇન્ટ વિસ્તારમાં આવેલા ગોકુલ રો હાઉસના એક બંગલામાં બુધવારની મોડી સાંજે એક યુવાન ઋષિત ઝવેરીનો મૃતદેહ પંખા પર ચાદર સાથે ફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળી આવ્યો હતો. પરિવારની પૂછપરછમાં ઋષિત સિવિલ ઈજનેર હોવાનું અને લેબર કોન્ટ્રેકટર તરીકે કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે ઋષિતના આપઘાતને લઈ કોઈ કારણ જાણી શકાયું નહોતુ, ખરેખર આ કોરોના લીધે અનેક લોકોના જીવ ગયા છે બેરોજગારી અને કોરોના લીધે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!