ઓનલાઇન ગેમ મા સુરત ના વધુ એક યુવાન નો જીવ ગયો ! ગેમ મા લાખ રુપીયા ગુમાવતા…
હાલ ના સમય મા અનેક એવી ઘટના ઓ સામે આવે છે જેમા ઓનલાઈન ગેમ ના લીધે કોઈ ને કોઈ ઘટના સામે આવે છે જેમા ઓનલાઈન ગેમ મા મોટે ભાગે બાળકો અને યુવનો ભોગ બનતા હોય છે એમાં પણ ખાસ કરી ને હાલ ના સમય મા અનેક એવી ગેમો આવે છે જે જુગાર સમાન છે ત્યારે લાખો રુપીયા ની ગેમ રમાઈ છે અને યુવનો રુપીયા ગુમાવે છે ત્યારે થોડા દિવસો પહેલા જ એક ઘટના સામે આવી હતી એમા અએક યુવાને ઓનલાઇન ગેમ મા ત્રીસ લાખ ગુમાવી આત્મ હત્યા કરી હતી. ત્યારે ફરી એક એવીજ ઘટના સુરત મા પણ સામે આવી હતી.
ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર સુરતના પાંડેસરા વિસ્તારમાં કરીયાણાના વેપારી પુત્ર એ આપઘાત કરી હતો આપઘાત નુ કારણ ઓનલાઇન ગેમ મા લાખ રુપીયા ગુમાવ્યા હોવાનોછે સામે આવ્યુ હતુ. આ ઘટના મા સુરત મા રહેતા અને લોટ દળવાની ઘંટી સાથે લોટ સપ્લાયનુ કામ કરતા 25 વર્ષિય દાલચંદ હીરાલાલ કલાલ વધારે દવા ખાઈ ને આત્મ હત્યા કરી લીધી હતી. દાલચંદ ચાર ભાઈઓ માથી સૌથી નાનો દિકરો હતો જેની હોસ્પીટલ મા ટુકી સારવાદ બાદ મોત નિપજ્યું હતું.
યુવક ઓનલાઇન ગેમ મા લાખ રુપીયા ગુમાવ્યા એ વાત ની જાણ ત્યારે થય જયારે હોસ્પીટલ મા યુવક ની સારવાર ચાલી રહી ત્યારે દવા પીધાના બે દિવસ બાદ ઉઘરાણીએ આવતા અજાણ્યા ઈસમોના મોઢે સાંભળ્યું ત્યારે ખબર પડી કે, ઓનલાઈન જુગારમાં લાખ રૂપિયા આપઘાતનું કારણ બન્યું છે.
ધર્મચંદ કલાલ (મોટા ભાઇ) એ જણાવ્યું હતું કે, દાલચંદ હીરાલાલ કલાલ (ઉ.વ.આ. 25) ચાર ભાઈઓમાં સૌથી નાનો ભાઈ છે. ત્રણ ભાઈ અને પિતા એમ ચારેય પરિવાર સંયુક્ત કુટુંબમાં રહે છે. જ્યારે દાલચંદ પત્ની અને 3 વર્ષના પુત્ર સાથે અલગ રહે છે. પિતા કરીયાણાની દુકાન ચાલે છે. જ્યારે ભાઈ દાલચંદ લોટ દળવાની ઘંટી સાથે લોટ સપ્લાયનુ કામ કરે છે. ઘટના 10મી રાત્રે 9 વાગ્યાની આજુબાજુ બની હતી. ભાઈ દાલચંદ એના રૂમમાંથી બેભાન હાલતમાં મળી આવતા તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતા.
દાલચંદને ફેફસાના ઇન્ફેક્શનની દવા ચાલી રહી હતી. એ જ દવા એને વધુ પડતી ખાઈ આપઘાત કરી લીધો છે. લગભગ મોબાઈલ વપરાશ ઓછો કરવા બાબતે પિતાએ ઠપકો પણ આપ્યો હતો. કેટલાક મિત્રો પાસે નાની નાની રકમ ઉધાર પણ લીધી હોવાનું હાલ સામે આવ્યું છે. પાંડેસરા પોલીસ નિવેદન લઈ ગયા બાદ તીન પત્તિ જુગારમાં ઉધારી થઈ જતા ભાઈ એ દવા પીધી હોવાનું જાણવા મળ્યું હતું.