Gujarat

સુરત નો આ છોકરો 15 વર્ષ ની ઉંમરે લાખો રુપીયા ની કમાણી કરે છે ! જાણો એવુ તો શુ ટેલેન્ટ છે આ છોકરા મા

કહેવાય છે ને કે જો કોઈ વ્યક્તિ મહેનત અને દ્રઢ નિશ્ચય કરે તો કોઈ પણ ઉંમરે તે પૈસા અને નામ કમાઈ શકે છે. અને તેવી જ એક ઘટના એક નાના છોકરા સાથે થઈ છે અને તેને મહેનત કરીને સોશિયલ મીડિયા ના આધારે 15 વર્ષની નાની ઉંમરમાં પણ તે લાખોપતિ બની ગયો છે આવો જાણીએ તેની સફળતા તથા તેના સંઘર્ષ વિશે.

તે યુવકનું નામ છે મોહિત ચૂરીવાલ અને તે ભારતીય ઉદ્યોગ સાહસિક ડીજીટલ માર્કેટ પર સોશિયલ મીડિયા પ્રભાવક અને બ્લોગર પણ છે. અને તેઓ પોતાની કંપની MaxternMedia માટે ખૂબ જ જાણીતા છે અને તેઓ ઉદ્યોગસાહસિક ને તથા બ્રાન્ડને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે તથા google પર હાજરી વધારવા માટે પણ તેઓને મદદ કરે છે આ 15 ડિસેમ્બર 2003 ના રોજ જન્મેલ આ છોકરાએ સુરત ગુજરાતમાંથી પોતાનું શિક્ષણ પૂરું કર્યું અને તેમને પોતાના ઇંસ્ટાગ્રામ પેજ શરૂ કર્યું ત્યારબાદ તે ખૂબ જ પ્રખ્યાત થઈ ગયો. આ યુવક પોતાની ઉદ્યોગ સાહસિકતા અને તેની વ્યૂહરચના માટે લોકોમાં ખૂબ જ પ્રખ્યાત છે તેથી જ્યારે તે ઓનલાઇન આવ્યો તરત જ તેના ફોલોવર્સ વધવા લાગ્યા.

આ યુવક એક નામ જે આધુનિક ઇન્ટરનેટ યુગ નો પર્યાય માનવામાં આવે છે અને તે ડિજિટલ નિષ્ણાત પણ છે આમ તેને સોશિયલ મીડિયા તથા google પર પોતાની હાજરી દર્શાવી ને ઘણા બધા વ્યવસાય તથા ઉદ્યોગ સાહસિકને મદદરૂપ થયો છે તેમ જ વેબ માં તેની સારી નિપુણતા હોવાના કારણે ભારતમાં તથા વિદેશમાં તેમના સૌથી વધુ ગ્રાહકો પણ છે. આમ આ યુવકે ખૂબ જ નાની ઉંમરમાં પોતાની સાચી ક્ષમતાનો અનુભવ કર્યો છે અને તે ભારતનો સૌથી પ્રભાવશાળી ઉદ્યોગસાહસિક છે.

અત્યારના વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાને માર્કેટમાં ખૂબ જ ઝડપી માનવામાં આવ્યું છે અને તેનો ઉપયોગ પણ ઘણો બધો વધી ગયો છે આમ સોશિયલ મીડિયા ઘણા બધા લોકો માટે તો મનોરંજનનો એક સાધન જ છે અને ઘણા લોકો માટે આવકનો એક સ્ત્રોત પણ માનવામાં આવે છે આમ જો તમારામાં સારી રીતે ટેલેન્ટ હોય તો તમે નાની ઉંમરમાં પણ ખૂબ જ સારી સફળતા મેળવી શકો છો.

ગુજરાતના આ યુવકે સોશિયલ મીડિયા ઉપર પોતાની પ્રતિભા જાહેર કરી હતી અને તેના દ્વારા જ તેમને ઘણી બધી સફળતા પણ પ્રાપ્ત કરી આ યુવક માત્ર પંદર વર્ષનો છે અને તમને જાણીને પણ નવાઈ લાગશે કે પંદર વર્ષની ઉંમરના આ યુવકે ઇન્સ્ટાગ્રામ ના આધારે ઘણા બધા રૂપિયા કમાવીને લાખોપતિ બની ગયો છે તથા અઢાર વર્ષની ઉંમરે જ તેને પોતાની એક કંપની પણ બનાવી છે.

ગુજરાતનો સુરત માં રહેનાર આવ્યો યુવક જ્યારે સ્કૂલમાં અભ્યાસ કરતો ત્યારે તેને ઇન્ટરનેટ પર પોતાનો હાથ અજમાવવાનો વિચાર કર્યો હતો અને ત્યારે તે નાનો હતો તેથી તે પંદર વર્ષનો થયો ત્યારે તેને ફેમસ થવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો અને તે વખતે સોશિયલ મીડિયા લોકોમાં ખૂબ જ નવું નવું પણ હતો આમ તેને તે વખતે ઇન્સ્ટાગ્રામ આવ્યું હોવાથી પોતાનું એકાઉન્ટ તેમાં બનાવ્યું અને આ એકાઉન્ટ એટલું બધું સફળ થયું કે તેને સાત લાખ રૂપિયામાં વેચી પણ દીધો અને આ તો માત્ર શરૂઆત જ હતી ત્યારબાદ તે બિલકુલ અટક્યો નહીં અને તેને tik tok, ampme જેવી ઘણી બધી બ્રાન્ડ સાથે પણ કામ કર્યું છે અને ત્યારબાદ તે પોતાના પ્રોફેશનમાં જ આગળ વધ્યો અને ત્યાંથી જ તેની અદભુત સફળતા ની શરૂઆત થઈ.

જ્યારે તેને સફળતા મળી ત્યારે તેને youtube પર પોતાની એક ચેનલ બનાવી હતી અને આ ચેનલ બનાવ્યા બાદ તેને નિષ્ફળતા મળી પરંતુ તે તેમાં બિલકુલ નિરાશ ન થયો અને તેને સફળ થવા માટે બીજી નવી શરૂઆત કરવાનું નક્કી કર્યું ત્યારબાદ તેને સોશિયલ મીડિયા પર એક પોતાનું પેજ બનાવ્યું અને તેના પેજ પર તે સતત મહેનત કરતો રહ્યો અને તેની સાથે જ 42 લાખ લોકોને જોડ્યા, ત્યારબાદ તેને પોતાની કંપની શરૂ કરવાનું વિચાર્યું.

મોહિત ને આ નવી કંપની શરૂ કરવા માટે રૂપિયાની જરૂર હતી ત્યારબાદ તેને બીજી અલગ અલગ કંપનીઓ સાથે કામ કરવાનું ચાલુ કર્યું આ કંપનીઓ સાથે કામ કર્યા બાદ તેને સફળતા મળતી ગઈ અને ત્યારબાદ તેને માત્ર ૧૮ વર્ષની ઉંમરે જ પોતાની એક કંપની શરૂ કરી દીધી છે જ્યારે તેની પોતાની કંપની બની ગઈ તેની સાથે જ તેને દર મહિને ત્રણ લાખ રૂપિયાની કમાણી થવા લાગી. આ મોહિતે ખૂબ જ નાની ઉંમરમાં કંપની શરૂ કરી અને તેને તેની માટે કોઈ પણ વ્યક્તિ નો સહારો લીધો ન હતો આમ કોઈપણ વ્યક્તિ પાસે તેને આર્થિક મદદ પણ માંગી ન હતી તેને પોતાના આધારે જ આ કંપની શરૂ કરી અને તે ખૂબ જ સફળ બન્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!