Gujarat

સુરતના 21 વર્ષના યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો ! આપઘાત કરવાનું કારણ જાણશો તો..

હાલ મા જો કોઈ સૌથી મોટી કોઈ સમસ્યા છે એ એક તો કોરોના અને બીજી છે યુવાનો મા આત્મહત્યા કરવાની સંખ્યા! જે હાલ સતત વધી રહી છે દેશ મા રોજ ક્યાક ને ક્યાય યુવાનો આપઘાત કરવાના સમાચાર આવે છે ત્યારે ગુજરાત મા પણ આ પ્રકાર ની ઘટના છેલ્લા બે મહીના મા બની છે. ખાસ કરીને સુરત મા આ પ્રકાર ની ઘટના સતત બની રહી છે. ત્યારે સુરત મા ફરી એક એવી ઘટના બની છે. જેમા 21 વર્ષ ના યુવાને પોતાનુ જીવન ટુકાવ્યું છે.

ઘટના અંગ મળતી વિગતો અનુસાર સુરતના નાના વરાછા મા તાપી દર્શન સોસાયટી ની બાજુ મા આવેલી ગિરનાર સોસીયટી મા આ ઘટના બની છે. જેમા ગયા બુધવારે 21 વર્ષિય યુવાને પોતાના રુમ મા જઈ ને સાડી વડે ગળાફાંસો ખાઈ જીવન ટુકાવ્યું છે. યુવાન નુ નામ દિલીપકુમાર મુકેશકુમાર જૈસુર હોવાનું જાણવા મળી રહ્યુ છે. જ્યારે આપઘાત કરવાનુ કારણ અમેરીકા મા એડમિશન ના મળ્યુ હોવાથી આપઘાત કર્યો હોવાની માહિતી સામે આવી છે.

જો વિગતે વાત કરીએ તો દિલીપકુમારે સુરતની ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિંક્શન સાથે બેચલર પુરૂ કર્યું હતું બાદ મા વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં માસ્ટરનો અભ્યાસ એક વર્ષ કર્યો હતો. અને આગળ નો અભ્યાસ અમેરીકા કરવાની ઈચ્છા હતી અને ત્રણ મહીના અગાવ દીપે અમેરીકા મા માસ્ટર ડીગ્રી કરવા માટે એપ્લાઇ કર્યુ હતુ પરંતુ દીલીપકુમારને એડમિશન મળ્યુ નહોતુ. આ બાબત ને લઈ દિલીપકુમાર ઘણો ડીપ્રેશન મા હતો અને ગળાફાંસો ખાઈને અંતીમ પગલુ ભર્યુ હતુ.

21 વર્ષિય જુવાનજોધ દીકરા એ આપઘાત કરી લેતા પરીવાર દુખ મા ગરકાવ થયો છે. પરીવાર નુ મુળ વતન જુનાગઢ જીલ્લા ના માળીયા તાલુકા ના કુકસવાડા ગામના વતની છે. આ અંગે કાપોદ્રા પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!