સુરત ના ગોલ્ડન મેન તરીકે જાણીતા જફર બોર્ડ ની સુરત પોલીસ ધરપકડ કરી ! આ કારણે છેલ્લા 6 મહીના થી…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં દેશ અને રાજ્યમાં અનેક અમાનવીય અને અપરાધ ના બનાવો સામે આવે છે દિવસે ને દિવસે સમાજમાં વધી રહેલા ગુનાહ થી લોકોમાં ડર નો માહોલ છે. હત્યા, રેપ, ચોરી, લુટ વગેરે જેવી અનેક ગુનાહિત પ્રવૃતિઓ વધતા સમાજ માં ચિંતાનો માહોલ છે જોકે પોલીસ દ્વારા પણ વધતા જતા ગુનાહ ને નિયંત્રિત કરવા અને અટકાવવા માટે ઘણી મહેનત કરવામાં આવે છે અને ગુનેગારો ને પકડી ને આકરી સજા આપવામાં આવે છે.
તેવામાં ફરી એક વખત આવોજ બનાવ સામે આવ્યો છે કે જ્યાં પોલીસ દ્વારા સુરત ના ગોલ્ડ મેનની થયેલ ગિરફ્તારી ચર્ચામાં છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં સોનું ઘણું મોંઘુ છે દરેક વ્યક્તિની ઈચ્છા આ મોંઘી ધાતુ ખરીદવાની હોઈ છે પરંતુ સોનાના વધુ ભાવને કારણે દરેક લોકો સોનું ખરીદી શકતા નથી તેવામાં હાલમાં સોનાને અમીરી નું પ્રતિક પણ માનવામાં આવે છે.
સોનું આટલું મોંઘુ હોવા છતા પણ સુરતમાં રહેતા જફર બોર્ડ નામના વ્યક્તિ પોતાના શરીર પર રોજ લાખો રૂપિયાનું સોનું પહેરે છે જેના કારણે લોકો તેમને ગોલ્ડ મેન તરીકે પણ ઓળખે છે જોકે હાલમાં આ ગોલ્ડ મેન પોલીસ ની પકડ માં છે. જણાવી દઈએ કે જફર છેલ્લા ઘણા સમયથી અનેક અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃતિઓ સાથે જોડાયેલ હતો.
જફર પર અનેક ગુનાહો જેવા કે લોકો સાથે માર પિટ કરવાના તથા ખૂન કરવાના ઉપરાંત હત્યા ના પ્રયાસ કરવાના ગુનાહ નોંધાયેલા છે હાલમાં જ જફર દ્વારા એક સરકારી કર્મચારી પર હુમલો કરવાનો પ્રયત્ન કરેલ સાથો સાથ જફર સુરતના કપડા બજાર ના અનેક વેપારીઓ ને ધમકાવતો અને તેમની પાસે મોટી રકમ ઉઘરાવતો જફર ના આવા જ ગુનાહ ને કારણે પોલીસ છેલ્લા ૬ માસથી તેની શોધ કરી રહી હતી, તેવામાં હાલમાં પોલીસે જફર ને પકડી લેતા અનેક લોકોએ રાહતના શ્વાસ લીધા છે.