સુરતમાં વિજય શાહ પત્ની સાથે મળી બેન્કને કરોડોનો દીવાળો ફૂંકી વિદેશ ફરાર થયો ! એક-બે કરોડ નહીં પણ પુરા 100 કરોડનો ચૂનો…
જયારે પણ વિજય માલ્યાનું નામ લેવાય ત્યારે સૌ કોઈના મનમાં ફક્ત એક જ વાત આવે છે કે એ વ્યક્તિએ કરોડોનો ચૂનો લગાવીને હાલ વિદેશમાં એશ કરી રહ્યો છે, આવોને આવો જ નીરવ મોદી પણ હતો જેણે ભારતીયઓના કરોડો રૂપિયા પર ચૂનો ફેરવીને વિદેશ જતો રહ્યો હતો એવામાં હાલ સુરત શહેરમાંથી આવી જ એક વધુ ઘટના સામે આવી છે જેમાં શાહ કપલે એક બે કરોડ નહીં પરંતુ એક સાથે 100 કરોડ રૂપિયાનું દીવાળું બેન્ક ઓફ બરોડાને લગાવી વિદેશ જતું રહ્યું છે.
જણાવી દઈએ કે હાય ટેક સ્વીટ વોટરના ડિરેક્ટર એવા વિજય શાહ તથા તેમની પત્નીએ બેન્કમાંથી 100 કરોડ રૂપિયાની મહાલોન લઈને ઉઠામણુ કરી લીધું હતું જે બાદ મામલો સામે આવતા હાલ આ દંપતી વિરુદ્ધ FIR નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તપાસમાં સામે આવ્યું હતું કે સુરત શહેરની સોલા કંપની કશ્યપ ઇન્ફ્રા PVT.LTD ના 2 કરોડ રૂપિયા પણ આ શાહ દંપતી વિદેશ જતું રહ્યું છે તેવી ફરિયાદ સોલાર કંપનીના માલિક એવા હિરેન ભાવસારે હાલ.
હિરેન ભાવસારે શાહ દંપતિએ કરેલ આવા કારનામા અંગે PMO ને પણ ફરિયાદ કરતો પત્ર લખ્યો છે, તમને જાણતા નવાય લાગશે કે વિજય શાહ વિરુદ્ધ એક સાથે મલ્ટીપલ FIR પણ નોંધાય છે, રાજસ્થાન રાજ્યના અજમેર અને જયપુર શહેરની અંદર જમીન પચાવી પાડવી તથા વર્ષ 2017માં સુરત શહેરમાં જ એક જ ફ્લેટ બે લોકોને વહેંચવાની ફરિયાદ તેમના વિરુદ્ધ નોંધાય હતું.
વિજય શહરે રૂપિયાનું બુચ મારતા પેહલા પોતાની કંપનીના કર્મચારીઓને ડિરેક્ટર બનાવી દીધા હતા જેથી કોઈ પણ કાર્યવાહી તેમના વિરુદ્ધ ન થાય, એવામાં આ અંગે જણાવતા સોલાર કંપનીના માલિક એવા હિરેન ભાવસરે જણાવ્યું કે વર્ષ 2018 ની અંદર વિજય શાહે 2 કરોડ રૂપિયાનો માલ ખરીદો હતો ત્યારે વિજય શાહ તેની પત્ની કવિતા શાહ અને સતીશ અગ્રવાલ કંપનીના ડિરેક્ટર હતા,હજુ સુધી આ માલની રકમ વિજય શાહે ચૂકવી નથી ને હવે તે કરોડોનું દીવાળું ફૂંકીને વિદેશ ભાગી ગયો.
વિજય શાહ વિરુદ્ધ એક સાથે અનેક ગુનાઓ નોંધાતા આ ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે એવામાં જેમ જેમ તપાસ આગળ વધતી જઈ રહી છે તેમ તેમ મોટા મોટા ખુલાસાઓ થતા જય રહ્યા છે.