Gujarat

સુરતના ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયાએ શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપી, શેર કરી આ ખાસ તસવીરો…

શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગમાં ગુજરાતના આમંત્રિત મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયા પણ અયોધ્યા શ્રી રામના દર્શન કરવા પહોંચ્યા હતા. ચાલો અમે આપને જણાવીએ કે, શ્રી સવજીભાઈ ધોળકિયા એ શ્રી રામ મંદિર વિશે શું કહ્યું?


સવજીભાઈ એ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે લખ્યું છે કે  ઉત્સાહપૂર્ણ ઉજવણીઓ અને અતૂટ વિશ્વાસ વચ્ચે, હું મારી જાતને એક અનોખા અનુભવમાં ડૂબેલો જોઉં છું, જે એક પ્રતીક કરતાં પણ, તે સંપૂર્ણતાના પ્રતીક તરીકે ઊભો છે, મારા માટે દરરોજ પ્રેરણાનો સ્ત્રોત છે.

હું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ અને આ મહત્વપૂર્ણ પ્રસંગને વાસ્તવિક બનાવવા માટે નિમિત્ત બનેલા તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ ઉજવણી ભક્તિની ગહન અભિવ્યક્તિમાં પરિવર્તિત થઈને, મેં જોયેલી તમામ દિવાળીને થી વિશેષ આજનો દિવસ લાગે છે.

સવજીભાઈ ધોળકિયાએ એક શ્લોક પણ લખ્યો છે, જેમાં શ્રી રામજી શું છે તે દર્શાવે છે.”रामः श्रीरामः भद्रः रामः भद्रः पूर्वजः। पूर्वजं रामं देवता रामं देवता सततं नुतः ॥”

(ભગવાન રામ, શુભ એક, બધાના પૂર્વજ, દેવતાઓ દ્વારા સતત પૂજા કરવામાં આવે છે.) શ્રી રામ ધીરજ અને સંયમનું બીજું નામ છે. હાલમાં સવજીભાઈ ધોળકિયાની આ ખાસ તસવીરો અને તેમની લાગણી શેર થઈ રહી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!