સુરેન્દ્રનગરમાં જૂની અદાવતમાં ખૂનીખેલ ખેલાયો, ત્રણ ભાઈઓએ ભેગા મળી ક્રુરતાપૂર્વક મહેબુબ ખાન નામના આડેધ ની હત્યા
હત્યાના બનાવો ગુજરાતમાં ખૂબ જ વધી રહ્યા છે. વ્યક્તિ જ બીજા વ્યક્તિનો જીવ લેવા બેઠો છે. હાલમાં જ સુરેન્દ્રનગરની વિમલનાથ સોસાયટી પાસે જૂની અદાવતમાં એક આધેડની ક્રુરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, ગતરાત્રિએ બનેલા આ બનાવમાં મૃતક મહેબુબની પત્નીને પણ ઈજાઓ પહોંચી હતી.
પોલીસે તેમની ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી છે. તો બીજી તરફ હત્યાને અંજામ આપનારા ત્રણેય ભાઈઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ તો આજથી પાંચ વર્ષ પહેલા થયેલા ઝઘડાનો ખાર રાખી ત્રણ સગાભાઈઓએ મળી મહેબુબ મુલતાની ગતરાત્રિએ એક સામાજિક પ્રસંગમાં જમાવા માટે ગયા હતા.
દિલીપસિંહ, ચેતનસિંહ અને રવિવાજ સિંહ નામના ત્રણ ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો.ત્યારબાદ રાત્રિના સમયે જ ત્રણેય ભાઈઓ તીક્ષણ હથિયારો લઈને મહેબુબના ઘર પાસે પહોંચ્યા હતા અને ક્રુરતાપૂર્વક મહેબુબ પર તૂટી પડ્યા હતા. આરોપીએએ એ હદે હુમલો કર્યો હતો કે મહેબુબનો એક હાથ પણ કપાઈ ગયો હતો.
સુરેન્દ્રનગરમાં રહેતા મહેબુબ મુલતાનીને પાંચ વર્ષ પહેલા દિલીપસિંહ જોરુભા ઝાલા, ચેતનસિંહ જોરુભા ઝાલા અને રવિરાજસિંહ જોરુભા ઝાલા નામના ત્રણ ભાઈઓ સાથે ઝઘડો થયો હતો. જે તે સમયે મહેબુબ મુલતાની સામે હત્યાના પ્રયાસનો ગુનો પણ નોંધાયો હતો.