વાલીઓ માટે ચેતવણી! સુરતના આ ગામના પાંચ બાળકોને રજાની મોજ પડી ભારે, તળાવમાં નાહવા જતા બાળકો સાથે બની એવી ઘટના કે…
હાલમાં જ સુરત શહેરના કુંવરદા ગામે બનેલી ઘટના દરેક માતા પિતાઓ માટે ચેતવણીરૂપ સમાન કિસ્સો છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, અનેકવાર બાળકો ને લઈને ચોંકાવનારી ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં જ આવી ઘટના ફરી એકવાર ઘટી છે, જેના કારણે બે બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટના અંગે વધુ વિગતવાર જાણીએ કે આખરે બનાવ શું બન્યો હતો.
હાલમાં જ સૂત્ર દ્વારા મળેલી માહિતી મુજબ સુરતના કુંવરદા ગામમાં રજાની મજા બાળકોને સજારૂપ બની. વાત જાણે એમ છે કે, તળવામાં નહાવા પડેલા પાંચ પૈકી બે બાળકો ડૂબી ગયા હતા. જાણ થતા સ્થાનિકો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ ઘટના અંગે જાણવા મળ્યું હતું કે,રવિવારની રજા હોવાના કારણે વિશ્વાસ રેસિડેન્સીમાં રહેતા પાંચ જેટલા બાળકો તળાવમાં નહાવા માટે ગયા હતા.
પાંચ બાળકો નાહવા ગયા હતા જેમાં બે બાળકો ડૂબવા લાગ્યા હતા. અન્ય બાળકો દ્વારા બૂમાબૂમ કરવામાં આવતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને ડૂબી રહેલા બાળકોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમને બચાવવા માટે સ્થાનિકો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ તમામ બાળકો શીખ પરિવારના હોવાનું જાણવા મળ્યું છે. જેને પગલે શીખ પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, હાલમાં આ બાળકોની શોધખોળ ચાલુ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.