Gujarat

સુરતમાં માથાભારે સુર્યા મરાઠીનો સાગરીત બાલાજી લોડેડ રિવોલ્વર સાથે ઝડપાયો !

આજે સુરત પોલીસ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામા આવી છે જેમા સુરતમાં માથાભારે સુર્યા મરાઠીનો સાગરીત બાલાજી લોડેડ રિવોલ્વર સાથે ઝડપાયો છે. સુરત ડીસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કોઈ ઈસમ લોડેડ રિવોલ્વર સાથે ફરી રહ્યો છે ત્યારે આ બાતમીના આધારે પોલીસે તુરંત કાર્યવાહી કરતા વેસુ વીઆર મોલ પાસે આવેલા સુમન આવાસ પાસેથી કુખ્યાત રૂપેશ ઉર્ફે બાલાજી કાશીનાથ ને ઝડપી પાડયો હતો.

બાલાજી કાશીનાથ પાટીલ પાસે રિવોલ્વર ની સાથે 6 કાર્ટીઝ લોડ હતા તે રિવોલ્વર સહીત 11 કાર્ટીઝ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જો બાલાજી કાશીનાથ ની વાત કરવા મા આવે તો સુર્યા મરાઠી નો સાગરીત માનવા મા આવે છે. આ ઉપરાંત બાલાજી કાશીનાથ નો ભુતકાળ ગુનાહિત છે આ અગાવ બાલાજી પર અનેક ગુનાઓ નોંધાઈ ચુક્યો છે જેમા આરોપી સામે અગાઉ આર્મ્સ એક્ટ, પાસા, હત્યાની કોશિશ મારામારી સહીત 12 ગુના પણ ભૂતકાળમાં નોંધાયેલા છે.

આરોપી ની કડક પોલીસ પુછપરછ મા જાણવા મળ્યુ હતુ કે અગાઉ વેડરોડ પર આવેલી રૂપલ સોસાયટીમાં નાનપણથી રહેતો હતો અને આ વિસ્તારમાં યુપીવાસી ટુનટુન નામનો ઇસમ અને સુર્યા મરાઠી જૂથ વચ્ચે કાયમ સંઘર્ષ રહેતો હોય કુખ્યાત સુર્યા મરાઠીએ ગ્રુપ બનાવ્યું હતું જેમા આ બાલાજી સુર્યા મરાઠી ના ગેંગ નો સભ્ય હતો જ્યારે 2019 મા સુર્યા મરાઠી નુ મોત થતા સુર્યા મરાઠી ગેંગ ના સભ્યો એ સ્થળ છોડીને જતા રહ્યા હતા અને સાથે બાલાજી પણ તેના પરીવાર સાથે નીકળી ગયો હતો.

પોલીસ પુછપરછ મા વધુ મા જાણવા મળ્યુ હતુ કે ભુતકાળ મા ગુનાખોરી ગેંગ સાથે સંકળાયેલ હોવાથી જુની અદાવત હુમલો થય શકે તેવા ભય થી સુરક્ષીત રહેવા માટે હથિયાર સાથે રાખતો અને હથિયાર હોવાથી થાક બની રહે તેવા હેતુથી
ચારેક મહિના પહેલા મધ્ય પ્રદેશથી એક અજાણ્યા ઇસમ પાસેથી તે રિવોલ્વર અને 11 કાર્ટીઝ ખરીદીને લઇ આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!