સુરતના વધુ એક યુવાને આત્મહત્યા કરી લીધી ! આત્મહત્યા કરવાનુ કારણ જાણશો તો…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવી એ કુદરત ની અણમોલ રચના છે. કુદરતે માનવી અનેક પ્રકારની તાકાતો બક્ષી છે કે જે અન્ય જીવો પાસે નથી આપણે સૌ જાણીએ છીએ કે માનવ જીવન ઘણું જ અમૂલ્ય છે. અને એવું પણ કહેવાય છે કે દરેક વ્યક્તિને એક જ વખત માનવ જીવન મળે છે તેવામાં આ જીવનનું મહત્વ ઘણું વધી જાય છે. જેના કારણે કુદરતે આપેલી આ અણમોલ ભેટ નો ઉપયોગ દરેક વ્યક્તિએ સમજી વિચારીને કરવો જોઈએ.
પરંતુ આપણે ઘણા એવા લોકોને પણ જોયા હશે કે જેઓ કુદરત દ્વારા મળેલ આ અણમોલ જીવન ની કદર કરતા નથી અને ઘણી વખત એવા કામો કરી બેસે છે. જેના વિશે કોઈએ કદી વિચાર્યું પણ ના હોઈ. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આ જીવન જીવવું એટલું સહેલું નથી દરેક વ્યકતિના જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવતી હોઈ છે. પરંતુ આવી મુશ્કેલીઓ થી ડરવાને બદલે તેનો યોગ્ય રીતે સામનો કરવો જોઈએ અને જીવન જીવવું જોઈએ. પરંતુ હાલમાં એવું લાગે છે. કે લોકો પાસે ધીરજ અને સહન શક્તિનો અભાવ છે. જેના કારણે લોકો નાની નાની વાત પર આત્મ હત્યા જેવું ગંભીર પગલું ઉઠાવી લે છે. આપણે અહીં આવાજ એક દુઃખદ બનાવ અંગે વાત કરવાની છે.
મિત્રો જણાવી દઈએ કે આત્મ હત્યા નો આ દુઃખદ બનાવ સુરત માં બન્યો છે. સુરત માં છેલ્લા ઘણા સમયથી આત્મ હત્યા ને લગતા બનાવો માં વધારો જોવા મળ્યો છે. આજ કડીમાં એક નવો આત્મ હત્યા અંગે નો બનાવ સામે આવ્યો છે. કે જ્યાં એક યુવકે સાવ નાની બાબત ના કારણે આત્મ હત્યા કરી છે. મિત્રો આત્મ હત્યા ની આ ઘટના સુરત ના અડાજણ માં આવેલ સુરભી રો હાઉસ માં સર્જાઈ છે. અહીં રહેતા યુવક કે જેમનું નામ ડો. શ્રેયસ દિલીપ કુમાર મોદી છે. તેમણે આત્મ હત્યા કરી છે. મિત્રો જણાવી દઈએ કે ડો શ્રેયસ ની ઉમર માત્ર 26 વર્ષ જ હતી. જણાવી દઈએ કે તેમના પિતા દિલીપ ભાઈ હિરાનો વેપાર કરે છે.
જો વાત તેમની આત્મ હત્યા કરવા પાછળ ના કારણ અંગે કરીએ તો જણાવી દઈએ કે ડો શ્રેયસ સ્મિમેર થી પોતાની એમબીબીએસ નું ભણતર પૂરું કર્યું હતું અને હાલમાં તેઓ એમડી બનવા માટેના અભ્યાસ માં દાખલ થવા માટે નીટની તૈયારી કરી રહ્યા હતા. તેવામાં થોડા સમય પહેલા જ આ પરીક્ષા નું પરિણામ જાહેર થયું હતું. પરંતુ આ પરિણામ માં ડો શ્રેયસ નું નામ ન હતું જેના કારણે તેઓ ઘણા દુઃખી થયા અને બીજી વખત પરીક્ષા આપવાનો પ્રયાસ કરવા ના બદલે તેમણે આત્મ હત્યા જેવું ગંભીર પગલું ઉપાડી લીધું.
ડો શ્રેયસ ના નિધન પછી પરિવાર ના લોકો માં શોક નો માહોલ છે. ડો શ્રેયસ ની માતા એ જણાવ્યું કે તેમને આ નીટની પરીક્ષામાં 435 માર્ક આવ્યા હતા છતાં પણ તેમનું નામ આ મેરીટમાં ના આવવાના કારણે હતાશ થયેલા ડો શ્રેયસે આવું ગંભીર પગલું ઉપાડી લીધું. મિત્રો કોઈ પણ પરીક્ષા કે ગુણ માનવી ની આવડત નક્કી કરતા નથી અને દરેક સફળ વ્યક્તિ જીવનમાં ઘણી અસફળતા નો સામનો કર્યા પછી જ આગળ વધે છે માટે નાની મોટી અસફળતાઓ થી ડરિયા વગર જીવનમાં આગળ વધતા રહેવું જોઈએ.
