બધાના પૈસા આપી દેજે.. હું દવાનું પગલું ભરું છું’, ! કહી પ્રૌઢે કર્યો આપઘાત કર્યો અને સ્યુસાઈડ નોટ મા
વ્યાજખોરોના ત્રાસ ને લીધે અનેક લોકો પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. આ ઘટનાઓ તો હવે સામાન્ય બની ગઈ છે. રોજિંદા અનેક લોકો એટલા માટે પોતાનું જીવન ટૂંકાવે છે, કારણ કે વ્યાજખોરો નો તેમના પર અતિરેક ત્રાસ હોય છે. આ બાબત ખરેખર ખૂબ જ ગંભીર છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, જીવન એ અમૂલ્ય છે અને જીવનમાં આવેલી મુશ્કેલીઓનો સામનો કરવો જરૂરી છે, જીવન ટૂંકાવી દેવું એ કોઈ સમસ્યાઓનો ઉકેલ નથી.
હાલમાં જ જેતપુરનાં એક પૌઢ એ વ્યાજ ખોરોના લીધે પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, જેતપુરના ખજૂરી ગુંદાળાં ગામના પુરુષે રૂપિયા વ્યાજે લીધાં હતા. જે ભરપાઈ કર્યાં બાદ પણ માંગણી અને ત્રાસ આપવામાં આવતો હતો અને આજ કારણે ઝેરી દવા પી પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. પોલીસ દ્વારા આ સમગ્ર ઘટના પર તપાસ ચાલુ છે.
આ ઘટના વિશે વિસ્તૃત માહિતી જાણીએ તો તારીખ 1ના રોજ જેતપુરના ભોજાધાર વિસ્તારમાં આવેલા કારખાના પાસે ઝેરી દવા પી આપઘાત કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક ગોપાલભાઇ ઘુસાભાઇ બુટાણીના ખિસ્સામાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં જેતપુરના મહિલા કાંગ્રેસ અગ્રણી સહિત 12 શખ્સો પાસેથી રૂપિયા લીધા બાદ તમામને ચુકવી દીધા હોવા છતાં ધાક ધમકી આપી ત્રાસ દેતા હોવાથી અને બળજબરીથી ખેતીની જમીન લખાવી લેવા અને ટ્રેકટર પડાવી લેવા પ્રયાસ થતા હોવાથી કંટાળીને આપઘાત કર્યાનું સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું.
તેમજ આપઘાત કરતા પહેલા વિડિઓ બનાવ્યો હતો.અને તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે.બધા ને રૂપિયા આપી દીધા છતાં ત્રાસ આપવામાં આવી રહ્યો છે તેમજ મૃતક તેમના પુત્ર રોનકને કહ્યું હતું કે આ લોકોને છોડતો નહીં.સુસાઇડ નોટના આધારે જેતપુર સિટી પોલીસ મથકના પી.આઇ. જે.બી.કરમુર સહિતના સ્ટાફે મૃતક ગોપાલભાઇ બુટાણીના પુત્ર રોનક બુટાણીની ફરિયાદ પરથી કોંગ્રેસ અગ્રણી મહિલા સહિત ૧૨ સામે આત્મહત્યાની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.
એ ધંધામાં પૈસાની જરૂર પડતા કોંગ્રેસ મહિલા અગ્રણી પાસેથી એક લાખ લીધા હતા તે રકમ તેમને ચુકવી દીધી હતી. મુન્નો અને રાજુભાઇ પાસેથી બે લાખ લીધા હતા તે આપી દીધા હોવા છતા અડતાલીસ લાખની માગણી કરી જમીન લખી આપવા ધમકી દેતા હતા. જયરાજ વાંક પાસેથી 3 લાખ લીધા હતા. તે પેટે જયરાજ વાંકના સાળાને બે લાખ આપી દીધા હતા તેમ છતાં ગાડીની બુક ન આપી વધુ ચાર લાખની માગણી કરી હતી.
મનુભાઇ પાસેથી લીધેલી રકમ આપી દીધી હોવા છતાં તેનો ભાઇ કિશોરે ટ્રેકટર પડાવી લીધું હતું. હિતેશ પરબત પાસેથી લીધેલી રકમ પરત કરી દીધી હતી તેમ છતાં જમીનનું સાટાખત રદ ન કરી રસ્તામાં ઉભા રાખી ધમકી આપી હતી.ખરેખર વ્યાજ ખોરોનો ત્રાસ દિવસે ને દિવસે સતત વધતો રહ્યો છે. વ્યાજે પૈસા ક્યારેય ન લેવા જોઈએ કારણે કે, ક્યારેક અવિશ્વાસુ વ્યક્તિઓ પાસેથી પૈસા લેવાથી જીવન નર્ક બની શકે છે.
