Gujarat

માં યુવકે કર્યો આપઘાત, જાણો સમગ્ર મામલો

હાલમાં સોશિયલ મીડિયા દ્વારા અનેક ફ્રોડ ઘટનાઓ બને છે અને જેનાં કારણે અનેક દુઃખ ઘટાઓ પણ ઘટતી હોય છે. ખરેખર તમને જાણીને નવાઈ લાગશે કે હાલમાં જ એક યુવકનું સોશિયલ મીડિયના લીધે જ મુત્યુ થયું. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે,વીડિયો કોલ કરી અસલીલ હરકતો કરી આ વીડિયો રેકોર્ડ કરીને લેતી હોય છે ત્યાર બાદ આ વીડિયો ના આધારે આવી  યુવતી યુવકોને બ્લેકમેલ કરી રૂપિયા માગવાના શરૂ કરી હોય છે.

આવી એક ઘટના માં સુરત ના યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ખરેખર આ ઘટના ખૂબ જ શરમજનક અને આશ્ચયજનક સાથે ચેતવણી રૂપ કિસ્સો છે.મૂળ સુરત નજીક આવેલ ઓલપાડ જિલ્લા નો વતની અને  હાલમાં સુરત ના  ઉગત-ભેસાણ રોડ પર રહેતા તેમજ ઓનલાઇન શોપિંગની ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતા 26 વર્ષીય યુવકે 31મી ઓકટોબરે મોડીરાતે ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

જ્યારે આ આપઘાત પછી પરિવારે યુવકનો મોબાઈલ ચેક કરવામાં આવ્યો ત્યારે મોબાઈલ માંથીશ્રેયા નામની યુવતીએ સોશિયલ મીડિયા પર બીભત્સ વાતચીત કરી ફસાવ્યો હોવાનું સામે આવ્યું હતું. યુવતીએ યુવકનો બીભત્સ વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયા પર તેના સંબંધી અને મિત્રોને મોકલવાની ધમકી આપી બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા હતા. વધુ રૂપિયા માટે સતત બ્લેકમેલ કરતા યુવકે ત્રાસી જઇ ફાંસો આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યુ

સમાજમાં બદનામીના ડરે યુવકે 31મી ઓકટોબરે મધરાત્રે 2.18 વાગ્યે પેટીએમથી 5 હજાર, 2.26 વાગ્યે બીજા 5 હજાર તેમજ 2.29 વાગ્યે 10 હજારની રકમ મળી કુલ 20 હજારની રકમ યુવતીને મોકલી આપી હતી છતાં યુવતી તેની પાસે વીડિયો ડિલીટ કરવા માટે વધુ 5 હજારની માંગણી કરી હતી. યુવક પાસે રૂપિયાની વ્યવસ્થા ન થતાં યુવતી તેની પાસે વારંવાર માંગણી કરી માનસિક ત્રાસ આપી રહી હતી.

જોકે ગેંગના મુખ્ય આરોપી હજુ પણ પોલીસની પકડ થી બહાર છે ત્યારે આજે અન્ય સભ્યોની પૂછપરછમાં આ લોકોએ આજ સુધી કેટલા લોકોને આવી રીતે કૃષ્ણ મીડિયાના માધ્યમથી ફસાવી બ્લેકમેઈલ કરી કર્યું હોવાની વિગતો સામે આવે તેવી શક્યતાઓ છે.આ ઘટના પરથી આજના સમય દરેક યુવકો અને યુવતીએ ચેતી જવું જોઈએ કે, ક્યારેક આવી ઘટનાઓ ઘાતક બની શકે છે. સોશિયલ મીડિયાનાં મિત્રો સાથે મિત્રતા અને વધુ વિશ્વાસ સમજી વિચારીને કરવો અને આવા વીડિયો કોલ ક્યારેય ન કરવા.સમજદારી અને સાવેચતી એજ સલામતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!