IB ઓફીસર ના દિકરા અને વહુ એ એક સાથે આપઘાત કરી જીવન ટુકાવ્યું ! આવુ કરવા પાછળ નુ કારણ
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવ જીવન ઘણું અમૂલ્ય છે. માનવી એ કુદરતની શ્રેષ્ઠ રચના પૈકી એક છે. ઉપરાંત જો વાત પુરાણો અંગે કરીએ તો તેમાં પણ એ બાબત જણાવવામાં આવી છે કે દરેક જીવને માનવી તરીકે જન્મ લેવા માટે ઘણા અન્ય જન્મો માંથી પસાર થવું પડે છે. આમ માનવ જીવનની મહત્વતા આપણે જાણી શકીએ છીએ. જો કે માનવ જીવન મેળવવું જેટલું સહેલું છે. તેટલું સહેલું તેને જીવવું નથી. મિત્રો માનવી ને જીવનમાં અનેક પ્રકારની ચુનોતીઓ આવે છે. અને તેમને ઘણી મુશ્કેલીઓ નો પણ સામનો કરવો પડે છે.
જો કે કુદરત દ્વારા વ્યક્તિને ઘણી શક્તિઓ આપવામાં આવી છે. જેની મદદથી તે જીવનમાં આવનાર દરેક ચુનોતીઓ નો સામનો કરી શકે અને દરેક પડકારો સહન કરીને અને તેને પોતાની આવડત અને સુઝબુઝ થી પોતાના જીવનમાં આગળ વધી શકે. મિત્રો જીવનમાં સમસ્યાઓ તો આવવાની જ છે. પરંતુ સાચો વ્યક્તિ એ જ છે કે જેઓ આવી સમસ્યાઓ થી ડરતા નથી અને આવનારી દરેક સમસ્યાઓ નો સામનો કરે. જો કે અમુક વ્યક્તિઓ પોતાને મળેલા આ અમૂલ્ય માનવ જીવન અંગે સભાન હોતા નથી.
મિત્રો આપણે ઘણા એવા વ્યક્તિઓ જોયા છે કે જેઓ પોતાની જીવન ની રેસ હારી જાય છે. અને જીવન પૂરું થયા પહેલા જ જીવન ટૂંકાવી દે છે. એટલે કે આત્મ હત્યા કરે છે. મિત્રો આવા લોકોના મન પર સુ વીતતી હશે કદાચ તેના વિશે આપણે અંદાજો પણ ન લગાવી શકીએ. હાલ આવો જ એક દુઃખદ આત્મ હત્યા અંગે નો બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક દંપતીએ સાથે પોતાનું જીવન ટૂંકાવ્યું છે, આ દુઃખદ બનાવ અંગે ની વિગતો આ પ્રમાણે છે.
મિત્રો આત્મ હત્યા ની આ ઘટના રાજસ્થાન ના જયપુર માં આવેલ આદર્શ નગર પોલીસ સ્ટેશન વિસ્તાર અંતરગત આવતા શિવ કોલોનીમાં ઘટી છે. કે જ્યાં એક દંપતીએ સાથે આત્મ હત્યા કરી છે. જણાવી દઈએ કે આત્મ હત્યા કરનાર આ લોકો એક આઈબી ઓફિસર ના પુત્ર અને પુત્રવધુ હતા. જો વાત આત્મ હત્યા કરનાર આ દંપતિ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમાં પતિનું નામ હેમંત સાહુ છે કે જેમની ઉમર 26 વર્ષની હતી, જયારે તેમના પતિનું નામ હેમલતા સાહુ છે. કે જેઓ 21 વર્ષના હતા. જણાવી દઈએ કે તેમના લગ્ન ફક્ત નવ મહિના પહેલા જ થયા હતા.
જણાવી દઈએ કે હેમંત સાહુ ના પિતા એક આઈબી ઓફિસર છે, અને તેઓ જયપુરમાં જ કાર્યરત છે. જો વાત તેમના સુસાઇડ અંગે કરીએ તો પહેલા હેમંત સાહુએ ઝેરી પદાર્થ પીધો પછી પોતાની નશ કાપી લીધી જયારે તેમના પત્ની હેમલતા સાહુએ પણ ઝેરી પદાર્થ પિતા તે બંને ને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા કે જ્યાં તેમનું અવશાન થયું હતું. જણાવી દઈએ કે હાલ હેમંત સાહુ વિવિધ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. જોકે તેઓ સ્વભાવે ઘણા ગરમ હતા તેવું માલુમ પડ્યું છે. જેના કારણે પતિ પત્ની વચ્ચે થયેલ નોકજોક આ આત્મ હત્યા અંગે નું કારણ છે કે કંઈક બીજું કારણ છે. તે બાબત અંગે હાલમાં પોલીસ તપાશ કરી રહી છે.
