ભુજ મંદીરના સ્વામીનારાયણ સંતો આફ્રિકા ના પાર્ક મા સાવજો સાથે સફર કરતા જોવા મળ્યા…જુઓ વિડીઓ
આપણે જાણીએ છે કે, સોશિયલ મીડિયા દરેક લોકો માટે ઉપયોગી છે અને આ સોશિયલ મીડિયાની દુનિયામાં અનેક પ્રકારનાં સમાચારો અને વીડિયો વાયરલ થતા હોય છે. હાલમાં જ ભુજ મંદિરના સ્વામિનારાયણ સંતોનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, આફ્રીકન સિંહ અને સિંહણ સાથે સંતો પણ જંગલમાં વિચરણ કરી રહ્યા છે.
ચાલો અમે આપને આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જણાવીએ. ભુજ સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી શ્રી દેવવિહારી સ્વામી સોશિયલ મીડિયા પ્લેટફ્રોમ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેમાં દ્વારા હરિ ભક્તો હરિ દર્શન અને સંત્સંગનો લાભ આવે છે. સ્વામીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં 23 હજારથી વધારે લોકો તેમને ફોલો કરી રહ્યા છે.
દેવસ્વામી ઇન્સ્ટામાં સંત્સંગને લગતા પ્રવચનો તેમજ પોતાના રોજિંદા કાર્યના વિડીયો પોસ્ટ કરે છે. હાલમાં ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો આફ્રિકા દેશના સંત્સંગ પ્રવાસે છે. સ્વામીએ આ પ્રવાસને લગાતા દરેક વિડીયો મુક્યા છે, તમે જોઈ શકો છો કે આફ્રિકાના દરિયા કિનારે સંતોએ માધી પૂર્ણિમાનું સ્નાન કર્યું હતું તેમજ આફ્રિકામાં સ્વામિનારાયણ ધૂન કરાવી
આ સિવાય સંતોએ વેસ્ટ આફ્રિકામાં સેનેગલ દેશના ફથાલા પાર્કની મૂલાકાત લીધી હતી, આ પાર્કમાં આફ્રિકન સિંહ અને સિંહણની જોડી લટાર મારી રહી છે અને તેમની પાછળ – પાછળ સંતો પણ ચાલી રહ્યા છે અને સિંહ-સિંહણ પણ નિખાલસતા થી ચાલી રહ્યા છે, આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કારણ કે આપણે ત્યાં ગીરના સિંહોની સાથે લટાર પણ ન મારી શકીએ ત્યારે આ ટ્રેન થયેલા સિંહો ખૂબ જ શાંત સ્વભાવે માણસોની વચ્ચે ખુલ્લામાં રહે છે.
View this post on Instagram