ગુણાતીત સ્વામીના નિધન લઈને ચોંકાવનારી વાત સામે આવી! સ્વામીની હત્યા થઈ….આ વ્યક્તિ કર્યા આક્ષેપો
આપણે સૌ કોઈ જાણીએ છે કે, શ્રી હરિ પ્રસાદ સ્વામીના અક્ષરધામ સિંધાવ્યા બાદ સોખડા ધામ વિવાદનું ધામ બન્યું જેમાં પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધસ્વામી બંને અલગ થયા ત્યારે આ દરમિયાન જ એક ખૂબ જ દુઃખદ અને ચોંકાવનારી ઘટના ઘટી છે, જેના પગલે સ્વામીનારાયણ સંપ્રદાયમા ચકચાર મચી ગયો હતો. વાસોખડા સ્વામિનારાયણ મંદિરમાં ગુણાતીત સ્વામીનું શંકાસ્પદ રીતે નિધન થયું ત્યારે તેમની અંતિમક્રિયા અટકાવી દેવામાં આવી હતી.
સ્વામી નાં પાર્થિવદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. કેટલાક હરિભક્તોએ સ્વામીના મૃત્યુને લઈને તપાસની માંગ કરી હતી. સ્વામીના પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયૉ છે કે તેમનું મૃત્યુ ગળેફાંસો ખાવાથી થયું છે. એટલે કે ગુણાતીત સ્વામીનું મૃત્યુ કુદરતી રીતે થયું નથી. હવે સૌથી મોટો પ્રશ્નએ ઉભો થયો છે કે ગુણાતીત સ્વામીએ આત્મહત્યા કરી છે કે કોઈએ તેમની હત્યા કરી?હવે આ ચોંકાવનારી વાત સામે આવતાની સાથે જ પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટને આધારે તાપસ શરૂ કરી હતી. ત્યારે હાલમાં સ્વામી એ આત્મહત્યા નથી કરી પણ હત્યા થઈ છે, એવી એક ચોંકાનાર આક્ષેપો સામે આવ્યા છે
પોલીસ તાપસમાં સામે આવ્યું છે કે ગુણાતીત સ્વામીએ આત્મહત્યા કરી હતી. જો કે ત્યાર બાદ પણ પોલીસે હરિધામ સોખડામાં ગુણાતીત સ્વામીની નજીકના ગણાતા ત્રણ સાધુ-સંતોની પૂછપરછ કરી હતી. હવે દાવો કરવામાં આવ્યો છે કે ગુણાતીત સ્વામીએ આપઘાત નથી કર્યો, એમની હત્યા કરવામાં આવી છે.
ગુણાતીત સ્વામીના સ્વજન તેમના પિતરાઈ ભાઈ હરસુખ ત્રાગડીયા વડોદરા જિલ્લા એસ.પી કચેરી પહોંચ્યા હતા અને એસ.પી સમક્ષ પુરાવા રજૂ કરી ન્યાય માટે અરજ કરી હતી. હરસુખ ત્રાગડીયાએ આરોપ લગાવતા કહ્યું કે ગુણાતીત સ્વામીને તેમના રૂમ પાટનર દ્વારા માનસિક ત્રાસ અપાતો હતો. આ સાથે જહરસુખ ત્રાગડીયાએ આક્ષેપ કર્યો કે ગુણાતીત સ્વામીએ આત્મહત્યા નથી કરી પરંતુ તેમની હત્યા કરવામાં આવી છે. હરસુખ ત્રાગડીયાએ ગુનેગારોને પકડી કડક સજા કરવા માંગ કરી છે.
પંચનામામાં સ્વામીના ગળાના ભાગે ત્રણ નિશાંત દેખાયા હતા એવે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તે નિશાન શેના હોઈ શકે તે સવાલ પોલીસે ડોક્ટરને કર્યો હતો. કોઝ ઓફ ડેથ શું હોઈ શકે તે પણ ડોક્ટરો જણાવશે પંચનામા સાથે બોડીનું જે વર્ણન કર્યું તે ધ્યાને લેવા ડોક્ટરોને પોલીસને જણાવવા કહેવામાં આવ્યું હતું. તેમના ડોકના ભાગે નિશાન કેવી રીતે આવ્યા તે સ્પષ્ટતા કરવા ઉલ્લેખ કરાયો હતો.