વધુ એક સ્વામીનો વીડિયો વાયરલ થતાં વિવાદ ભડક્યો ! બ્રહ્માજી વિશે એવા શબ્દો નો ઉપયોગ કર્યો કે…
હાલ ના સમય મા જ એક સ્વામી નો વિડીઓ વાયરલ થયો હતો જેમા સ્વામી મહાદવે નુ અપમાન કરતા નજરે ચડે છે જ્યાર થી આ વિડીઓ વાયરલ થયો છે ત્યાર થી લોકો મા રોષ જોવા મળી રહ્યો છે અને આ વિડીઓ વાયરલ થયા બાદ વધુ એક ઓડીઓ ક્લિપ વાયરલ થઈ હતી અને હવે ફરી એક અન્ય સ્વામી નો વિવાદીત ટીપ્પણી કરતો વિડીઓ વાયરલ થતા મહાદેવ ભક્તો રોષે ભરાયા છે.
જો આ વિડીઓ અંગે વાત કરવા મા આવે તો આ વિડીઓ ઘણો જુનો હોઈ તેવું લાગી રહ્યુ છે આ વિડીઓ મા સ્વામીનારાયણ સંપ્રદાય કૃષ્ણસ્વરૂપ સ્વામીનો વિવાદીત વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓએ ભગવાન બ્રહ્માનું અપમાન કર્યું હોવાનું સંભળાય છે. સ્વામીએ ઇન્દ્રદેવ પર અપમાનજનક ટિપ્પણી કરી છે. વીડિયોમાં સ્વામીજીએ ઇન્દ્રદેવ અને બ્રહ્મા પર ન બોલવા લાયક શબ્દો બોલ્યા છે. આ પ્રથમ વખત નથી જ્યારે કૃષ્ણસ્વરૂપ સ્વામી વિવાદો મા સપડાયા હોય આ અગાવ પણ પોતાની વાણી ને લઈ ને વિવાદો મા આવી ચુક્યા છે.
હજી થોડા દિવસ અગાઉ સ્વામી આનંદસાગરે મહાદેવ પર કરેલ વિવાદીત નિવેદન પર માફી માંગી છે ત્યાર ફરી આવા વિડીઓ વાયરલ થતા આગ મા ઘી રેડાયું છે.જેમા આનંદ સાગર સ્વામી દ્વારા ભગવાન શંકરને હીણપત લગાડનારી ટિપ્પણીના વિરોધમાં હવે રાજકોટ બાર એસોસિએશન પણ ઉતરી આવ્યું હતું. સનાતન ધર્મના સમર્થન માટે રાજકોટ બાર એસોસિએશનના સભ્યોએ સ્વામી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને સ્વામીના ફોટાનું દહન કર્યું હતું એટલું જ નહીં બાર એસોશિએશને આનંદસાગર સ્વામી વિરુદ્ધ કેસ દાખલ કરવાની પણ માંગ કરી હતી અને જાહેર કર્યું હતું કે, ” જો કોઈ સ્વામી વિરુદ્ધ કેસ કરશે તો બાર એસોસિએશન નિઃશુલ્ક કેસ લડશે
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.