આગમાં ઘી રેલાયું! વધુ એક સ્વામીનો જુનો વીડિયો વાયરલ થયો, કર્યું હતું આવું શિવજીનું અપમાન…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, સ્વામિનારાયણ સંપ્રદાય ખૂબ જ વિશાળ પ્રમાણમાં ફેલાયેલ છે. ખાસ કરીને દેશ વિદેશમાં તેમના હરિ ભક્તો પણ છે અને અનેક સંતો અને મહંતો દ્વારા સમાજ સેવા અને સત્સંગ કરવામાં આવે છે. કહેવાય છે ને કે વડલામાં એક બે ટેટા ખરાબ હોય પણ ખરા. બસ આવો જ બનાવ બન્યો છે. હાલમાં સોખડા જૂથમાંથી અલગ પડેલ પ્રબોધ સ્વામીના મંડળનાં સ્વામી એ અમેરિકાની ઘરતી પર શિવજીનું અપમાન કર્યું છે.
આ ઘટના હાલમાં વિવાદિત રૂપ ધારણ કર્યું છે. સ્વામી એ માફી માંગી છે પણ અનેક સાધુ અને સંતો એ આ ઘટના અંગે પોતાના મંતવ્યો પણ રજૂ કર્યા છે. આ કોઈ પહેલી ઘટના નથી કે સ્વામી વિરુદ્ધ આવા બનાવ બન્યા હોય. આ પહેલા પણ આવી જ એક ઘટના ઘટી હતી, જેના વિશે આપણે વધુ વિગતવાર માહિતી જાણીએ કે, આખરે ક્યાં સ્વામી હતા જેમણે શિવજી વિશે ન બોલવાનું બોલ્યું હતું. એક વીડિયો વાયરલ થયો છે, ત્યારે આખો સંપ્રસદાય ઝપટમાં આવ્યો છે.
આ પહેલા અગાઉ બનેલ ઘટના અંગેનો સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ સ્વામી એ પણ શિવજીનું અપમાન કર્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીની ડંફાસથી ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહાદેવ કુસ્તીમાં હાર્યા હોવાનો વાણીવિલાસ કર્યો હતો આ વીડિયો.રૂગનાથચરણ દાસજી સ્વામીનો છે. સાધુ સમાજે આ નિવેદનની ભારે ટીકા કરી હતી. આ વીડિયોમાં કોઇ સ્વામી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણ ઈશ્વરના નામે ટીકા કરી રહ્યા છે.
હાલમાં આ ઘટનાને પગેલે સાધુ સમાજમાં અને શિવ ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ખરેખર હિન્દૂ ધર્મમાં હોવા છતાં પણ એક બીજાનાં દેવો વિશે આવું બોલી રહ્યા છે, એ ખરેખર અયોગ્ય છે. હાલમાં આ મુદ્દો ક્યાં સુધી ચાલે છે , એ જોવાનું રહ્યું કારણ કે આગ લાગી છે ત્યારે અનેક લોકો ઝપેટમાં આવ્યા છે. આ વીડિયો અંગે ગુજરાતી અખબાર પુષ્ટિ નથી કરતું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.