તક્ષશિલા અગ્નિકાંડ મા 15 બાળક ને બચાવનાર આ સાચા હીરાની હાલત કેવી છે ?? હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે
સમય ક્યારે બદલાય જાય છે, એ વાત આપણે સૌ કોઈ જાણીએ છીએ. આજે આપણે એક એવા જ વ્યક્તિની વાત કરવાની છે, જેનું નામ એક સમય દેશના દરેક ન્યૂઝપેપર અને મીડિયા તેમજ ઇન્ટરનેટ પર છવાઈ ગયું હતું. આજે એ જ યુવાનની હાલત એવી થઈ ગઈ છે કે તમને વિશ્વાસ નહીં આવે કે આવું પણ થઈ શકે છે. આપણને સૌને એ ઘટના યાદ છે, જ્યારે મે મહિનામાં જ સુરત શહેરમાં તક્ષશિલાની ઘટના ઘટી હતી.
આ ઘટનામાં દુર્ઘટનામાં 22 માસૂમોનાં જીવ ગયા હતા. જ્યારે આ ઘટના બની હતી ત્યારે અનેક લોકો ત્યાં હાજર હતા પરંતુ એક યુવાન જેને પોતાના જીવની ચિંતા કર્યા વગર માસુમ લોકોનો જીવ બચાવેલ.
આજનાં સમયમાં એજ યુવાનના પરિવારની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે,તમારું હદયસ્પર્શી જશે. વાત જાણે એમ છે કે, જ્યારે તક્ષશિલામાં આ ઘટના બની ત્યારે ભરતભાઈ નાકરાણીનો દિકરો જતીન નાકરાણી પણ આ જ બિલ્ડિંગમાં ફેશન ડિઝાઇનિંગમાં ક્રિયેટિવ હેડ તરીકે બાળકોને અભ્યાસ કરાવતો હતો. આ ઘટના આજના દિવસે એટલે કે 23મે 2019નાં રોજ બની હતી.
ભરત ભાઈએ ન્યૂઝ જે જણાવેલ કે જતીન તેમનો મોટો દીકરો છે અમે બે દીકરીઓ હતી. ભરતભાઈએ પોતાનું ઘર ગીરવે મૂકીને જતીને તક્ષશિલામાં ફેશન ડિઝાઇનિંગની ઇન્સ્ટિટ્યૂટ ચલાવવા માટે આખો માળ લોન પર લઈને ભાડેથી લીધો હતો.કહેવાય છે ને કે વિધાતા ક્યારેક લખેલા લેખ જીવન બદલી નાખે છે. જે દિવસે બિલ્ડિંગમાં આગ લાગી ત્યારે જતીન દરેક વિધાર્થીઓને બચાવવા પ્રત્યન કર્યો ત્રીજા માળે થી વિદ્યાર્થીઓના જીવ બચાવવા માટે તેણે કાચ તોડ્યા એક પછી એક વિદ્યાર્થીને બચાવ્યા. જતીને પણ છેલ્લે પોતાનો જીવ બચાવવા બારીની બહાર કૂદકો માર્યો અને ગંભીર ઇજા પહોંચી. અને તેને બ્રેઈન હેમરેજ થઇ ગયું.ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવામા આવી અને જીવ તો બચી ગયો પણ તે જીવતી લાશ બની ગયો અને પોતાની યાદશક્તિ ખોઈ બેઠો પણ એ ઘટના ન ભૂલી શક્યો.
આજનાં સમયમાં એવી જ હાલત છે અને પોતાના માતા પિતાને યાદ નથી રાખી શકતો. એક તરફ દીકરાનું દુઃખ બીજી તરફ ભરત ભાઈએ જે લોન લીધી હતી એ બેન્ક લોન પૈસા ના ચુકવવાથી ઘર ખાલી કરવાની નોટિસ આપી છે.આજે હવે તેમને ગમે ત્યારે ઘર ખાલી કરવું પડે એમ છે.એક દિકરો હતો કમાવવા વાળો એ આજે બીમાર હાલતમાં એવા આવું મોટુ દુઃખ આવી ગયું. જતીનની યાદશકિત માટે હજી તેના મગજનું એક ઓપરેશન બાકી છે, તેના આંખ માટે પણ હજી એક સર્જરી જરૂરી છે, જેના માટે અંદાજે 15 થી 20 લાખ રૂપિયા ની જરૂર પડશે. ત્યારે પરિવાર ચિંતામાં મુકાઈ ગયો છે જે વ્યક્તિએ પોતાનો જીવ જોખમમાં મૂકીને બાળકોને બચાવ્યા એને સરકાર કે સમાજ એ સન્માન તો ન કર્યું પણ આજે આવા દુઃખ સમયમાં કોઈ મદદ માટે માનવતા નથી દાખવી ખરેખર આ પરિવારની હાલત ખૂબ જ દુઃખદાયી છે.